જયપુરની ૨૨ પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસની જીત

જયપુર, જયપુર જિલ્લાની ૨૨ પંચાયત સમિતિઓની ચૂંટણીના પરિણામ જાહેર થયા પછી એમાં બોર્ડ બનવા માટેનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. ૨૨ પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ આગળ રહી છે. ચૂંટણી પરિણામોમાં દુદુ, મૌજમાબાદ, માધોરાજપુરા અને ફાગી પંચાયત સમિતિમાં ભાજપ અને ઝોટવાડા, જાેબનેર, કિશનગઢ રેનવાલ અને સાંભરલેક પંચાયત સમિતિમાં કોંગ્રેસને બહુમત મળી છે.
દુદુ, મોજમાબાદ અને ફાગી પંચાયતની ચુંટણીમાં ભાજપે સંપૂર્ણ કબ્જાે મેળવીને કોંગ્રેસના અહીં સુપડાં સાફ કરી દીધા છે. દુદુ પંચાયત સમિતિમાં ભાજપે ૮ તો કોંગ્રેસે ૭ વોર્ડમાં જીત મેળવી છે. જયારે મોજમાબાજમાં ૧૭ માંથી ૧૪ વોર્ડ પર ભાજપે જીત મેળવી છે.
ફાગીમાં ૧૫માંથી ૫ ભાજપને અને કોંગ્રેસે ૬ વોર્ડમાં જીત મેળવી છે. બીજી તરફ ચાકસુ વિધાનસભાની નવી પંચાયત સમિતિ માધોરાજપુરાની કુલ ૧૫ વોર્ડમાંથી ૯ વોર્ડમાં ભાજપે જીત હાંસલ કરી છે. અહીં કોંગ્રેસને માત્ર ૪ વોર્ડમાં જીત મળી હતી. ૧-૧ વોર્ડ આરએલપી અને અપક્ષ ઉમેદવારે જીત્યાહતા. ઝોટવાડા વિધાનસભાની જાેબનેર પંચાયત સમિતિમાં કોંગ્રેસના અધ્યક્ષ બનવાનું નક્કી થઇ ગયું છે. કોંગ્રેસે અહીં ૧૧ વોર્ડમાં જીત મેળવી છે. જયારે ભાજપને ૫ અને એક અપક્ષના ફાળે ગઇ છે.
કિશનગઢ-રેનવાલ પંચાયત સમિતિમાં ૧૦ વોર્ડોમાં કોંગ્રેસે જીત મેળવી છે, જયારે ભાજપની ૯ સીટ પર જીત થઇ છે, એટલે અત્યારે પ્રધાન સીટ પર કોંગ્રેસનો કબ્જાે હશે. ફાગીમાં ૯ વોર્ડમાંથી ભાજપ અને ૬ વોર્ડમાં કોંગ્રેસની જીત થઇ છે.જયારે એક અપક્ષે મેદાન માર્યુ છે. એવામાં અહીં કોંગ્રેસનો પ્રધાન બનવો નક્કી છે. તો સાંભરલેકમાં પણ કોંગ્રેસને બહુમતી મળી છે.
દુદુ વિધાનસભા ક્ષેત્રની મૌજમાબાગ, ફાગી અને દાદુ પંચાયત સમિતિમાં કોંગ્રેસના સુપડાં સાફ થઇ ગયા છે. જયારે અહીં કોંગ્રેસ સમર્થક અપક્ષ ધારાસભ્ય બાબુલાલ નાગરની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી હતી. તેમણે મોજમાબાદ પંચાયત સમિતિમાં પ્રધાન માટે પોતાની પુત્રવધુ રૂપાલીને મેદાનમાં ઉતારી હતી. રૂપાલીએ ચૂંટણીમાં જીત તો મેળવી, પરંતુ અહીં કોંગ્રેસ ૧૭માંથી માત્ર બે વોર્ડ જ જીતી શકી હતી.
જયારે ભાજપે ૧૪ વોર્ડમાં જીત મેળવી હતી. એવામાં નાગર વહુને પ્રધાન બનાવવાનું સપનું અધુરુ રહી ગયું. તો બીજી તરફ જિલ્લા પરિષદના સભ્ય તરીકે ચુંટણી લડેલી રહેલા બાબુલાલ નાગરનો પુત્ર વિકાસ નાગર ચૂટંણી હારી ગયો હતો.
કૃષિ મંત્રી લાલચંદ કટારિયાએ પોતાના વિધાનસભા ક્ષેત્ર ઝોટવાડામાં કોંગ્રેસની લાજ બચાવી છે. ઝોટવાડા જાેબનેર પંચાયત સમિતિમાં કોંગ્રેસનો પ્રધાન બનશે. ફુલેરા વિધાનસભામાં ભાજપ ધારાસભ્ય ર્નિમલ કુમાવત સાંભરલેક અને કિશનગઢ રેનવાલમાં બહુમતી અપાવી શક્યા નહી. અહીં બનેં જગ્યા પર વિદ્યાધર સિંહની મહેનત રંગ લાવી હતી.HS