હવે આ કિંમતમાં અમદાવાદમાં મળશે TVSનું આઇક્યુબ ઇલેક્ટ્રિક સ્કૂટર
ટીવીએસ આઇક્યુબ ઇલેક્ટ્રિક આજથી અમદાવાદમાં પસંદગીની ડિલરશિપમાં ઉપલબ્ધ થશે, જેની ઓન-રોડ કિંમત र 95,929 છે (ફેમ 2 સબસિડી પછી)
ટીવીએસ મોટર કંપનીએ “ટીવીએસ આઇક્યુબ ઇલેક્ટ્રિક” માટે વિસ્તરણ યોજનાને વેગ આપ્યો;
વર્લ્ડ ઇવી ડે પર ટીવીએસ મોટર કંપનીએ રૂ. 1,000 કરોડના રોકાણ સાથે સુસંગત રીતે ઇલેક્ટ્રિફિકેશનની એની કટિબદ્ધતાની પુષ્ટિ કરી
ટીવીએસ આઇક્યુબ એપ મારફતે અદ્યતન ટીવીએસ સ્માર્ટએક્સકનેક્ટ, સ્માર્ટએક્સહોમ ચાર્જિંગ યુનિટ અને પબ્લિક ચાર્જિંગ સપોર્ટ સાથે સજ્જ સ્કૂટર ઓનલાઇન બુકિંગ માટે ઉપલબ્ધ થશે
અમદાવાદ, ટૂ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સમાં આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રસિદ્ધ ઉત્પાદક ટીવીએસ મોટર કંપનીએ આજે અમદાવાદમાં એનું ટીવીએસ આઇક્યુબ ઇલેક્ટ્રિક સ્કૂટર પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી. ટીવીએસ આઇક્યુબ ઇલેક્ટ્રિક સ્કૂટર ગ્રીન અને કનેક્ટેડ છે, અદ્યતન ઇલેક્ટ્રિક ડ્રાઇવટ્રેન દ્વારા પાવર્ડ સવારીની મજા આપતું અર્બન સ્કૂટર છે અને અદ્યતન ટીવીએસ સ્માર્ટએક્સકનેક્ટ પ્લેટફોર્મ ધરાવે છે.
આ લોંચ પર ટીવીએસ મોટર કંપનીના ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી કે એન રાધાક્રિષ્નને કહ્યું હતું કે, “ટીવીએસ મોટર કંપની વર્લ્ડ કલાસ ગ્રીન અને કનેક્ટેડ પ્રોડક્ટ્સ પ્રસ્તુત કરીને ડિજિટલ યુગની કંપનીમાં પરિવર્તિત થી રહી છે. જેમ ભારત અગ્રેસર થઈ રહ્યું છે,
તેમ એના મોબાલિટી સમાધાનો અનુભવ-સંચાલન દ્વારા વધશે અને ભારતની યુવા પેઢી એનો સૌથ વધુ અનુભવ મેળવશે. અમે ટીવીએસ ઇલેક્ટ્રિક પોર્ટફોલિયોના પ્રથમ સ્કૂટરમાં ભારતની યુવા પેઢીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી છે. ટીવીએસ આઇક્યુબ ઇલેક્ટ્રિક અદ્યતન ઇલેક્ટ્રિક ડ્રાઇવટ્રેન અને અદ્યતન ટીવીએસ સ્માર્ટએક્સકનેક્ટ પ્લેટફોર્મનો સમન્વય છે.
બેંગાલુરુ, દિલ્હી, ચેન્નાઈ, કોઇમ્બતૂર, કોચી અને પૂણેમાં સફળ પ્રતિસાદ મળ્યા પછી અમને વર્લ્ડ ઇવી ડે પર અમદાવાદમાં અમારું ઇલેક્ટ્રિક સ્કૂટર રજૂ કરવાની ખુશી છે અને અમને વિશ્વાસ છે કે, આ સ્કૂટર નવી ઊંચાઈ હાંસલ કરશે. ટીવીએસ આઇક્યુબ ઇલેક્ટ્રિક ઇકોસિસ્ટમ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર નિર્મિત છે, જે ગ્રાહકોને સંપૂર્ણ ડિજિટલ રિટેલ અનુભવ આપવા
સક્ષમ છે.”
ટીવીએસ આઇક્યુબ ઇલેક્ટ્રિક કોઈ પણ ટ્રાન્સમિશન લોસ વિના હાઈ પાવર અને કાર્યદક્ષતા પ્રદાન કરવા 4.4 kW ઇલેક્ટ્રિક મોટર સાથે સજ્જ છે. સ્કૂટર મહત્તમ 78 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ ધરાવે છે અને ફૂલ ચાર્જ સાથે 75 કિલોમીટરનો પ્રવાસ કરે છે. સ્કૂટર 4.2 સેકન્ડમાં 0થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ મેળવે છે.
ટીવીએસ મોટર કનેક્ટેડ મોબિલિટીની દ્રષ્ટિએ અન્ય કરતાં આગળ છે અને ઉદ્યોગ માટે માપદંડ બની ગઈ છે. એને આગળ વધારીને ટીવીએસ આઇક્યુબ ઇલેક્ટ્રિક પ્રોપ્રાઇટરી અદ્યતન ટીવીએસ સ્માર્ટએક્સકનેક્ટ પ્લેટફોર્મ, અદ્યતન ટીએફટી ક્લસ્ટર અને ટીવીએસ આઇક્યુબ એપ સાથે સજ્જ છે. આ એપ જીયો-ફેન્સિંગ, રિમોટ બેટરી ચાર્જ સ્ટેટ્સ, નેવિગેશન આસિસ્ટ, લાસ્ટ પાર્ક લોકેશન અને ઇનકમિંગ કોલ એલર્ટ્સ/એસએમએસ એલર્ટ્સ જેવી વિવિધ ખાસિયતો ધરાવે છે.
ટીવીએસ આઇક્યુબ ઇલેક્ટ્રિક ક્યુ-પાર્ક આસિસ્ટ, મલ્ટિ-સિલેક્ટ ઇકોનોમી અને પાવર મોડ, ડે એન્ડ નાઇટ ડિસ્પ્લે, રિજનરેટિવ બ્રેકિંગ જેવી વિશિષ્ટ સુવિધાઓ પ્રદાન કરવા નવીન ખાસિયતો ધરાવે છે તેમજ અવાજ વિના સુવિધાજનક સવારી પ્રદાન કરે છે.
આકર્ષક વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ ટીવીએસ આઇક્યુબ ઇલેક્ટ્રિક આધુનિક જીવનશૈલીને વ્યક્ત કરવા ડિઝાઇન કરેલું છે અને એની ડિઝાઇન સ્ટાઇલિશ, અર્થસભર અને ઉપયોગી છે. આ ક્રિસ્ટલ-ક્લીઅર એલઇડી હેડલેમ્પ્સ, ઓલ-એલઇડી ટેઇલ લેમ્પ્સ અને ઇલ્યુમિનેટિંગ લોગો સાથે સજ્જ છે.
ટીવીએસ આઇક્યુબ ઇલેક્ટ્રિક રૂ. 5,000ની બુકિંગ રકમ સાથે વેબસાઇટ દ્વારા બુક કરાવી શકાશે. પછી સંપૂર્ણ પારદર્શક ડિજિટલ ખરીદીનો અનુભવ તથા ખરીદી અને સપોર્ટ માટે પ્રતિબદ્ધ કસ્ટમર રિલેશનશિપ આસિસ્ટન્સ મળે છે. ગ્રાહક ટીવીએસ ક્રેડિટ દ્વારા આકર્ષક ફાઇનાન્સ સ્કીમનો લાભ પણ લઈ શકે છે. ટીવીએસએ ગ્રાહકોની સલામતી અને સુવિધાને ધ્યાનમાં રાખીને વાહનોની સંપૂર્ણ કોન્ટેક્ટલેસ ડિલિવરી પણ શરૂ કરી છે.
ટીવીએસ મોટર કંપની ગ્રાહકોને વિસ્તૃત ચાર્જિંગ સપોર્ટ પ્રદાન કરવા કટિબદ્ધ છે, જે વિવિધ ચાર્જિંગ વિકલ્પોની રેન્જ ધરાવે છે. ગ્રાહકો સ્માર્ટએક્સહોમની સૂચિત પસંદગીનો લાભ લઈ શકે છે, જે બ્લુટૂથ કનેક્ટિવિટી, લાઇવ ચાર્જિંગ સ્ટેટ્સ અને આરએફઆઇડી અનેબલ્ડ સીક્યોરિટી સાથે પ્રતિબદ્ધ હોમ ચાર્જિંગ સોલ્યુશન ઓફર કરે છે.
અત્યારે સ્કૂટર માટે ચાર્જિંગ યુનિટ અમદાવાદમાં 3 લોકેશન પર સ્થાપિત કરવામાં આવશે. ઉપરાંત કંપની સમગ્ર શહેરમાં નેટવર્ક ક્ષમતા વધારીને ખર્ચાળ પબ્લિક ચાર્જિંગ ઇકોસિસ્ટમ વિકસાવી રહી છે.