Western Times News

Gujarati News

નર્મદા ડેમની સપાટીમાં ૨૪ કલાકમાં ૬૩ સેમીનો વધારો

ગાંધીનગર, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૩ સેમીનો વધારો થયો છે. ઉપરવાસમાંથી હાલ ૩૨,૬૫૪ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ઉપરવાસમા સારો વરસાદ વરસતા નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે. હાલ નર્મદા ડેમની સપાટી વધીને ૧૧૯.૦૨ મીટર ઉપર પહોંચી છે. જાેકે, પાણી સ્ટોરેજ કરવા માટે હાલ પાવર હાઉસના તમામ યુનિટ બંધ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં પીવાના પાણી માટે પણ લિંક તળાવો ભરી લીધા છે એટલે હાલ નર્મદા કેનાલમાં પાણી છોડવાનું બંધ કરી દેવાયું છે, બીજી બાજુ રિવરબેડ પાવરહાઉસ શરૂ કરી વિયરડેમ પણ ભરી દેવાયો છે, ત્યારે હાલ નર્મદા નિગમે પાણીની જાવક બિલકુલ ઘટાડી શૂન્ય કરી દેતા જળસપાટી વધી રહી છે. ગુજરાતમાં આ વર્ષે વરસાદની વર્તાઇ રહી છે. ગત વર્ષે આ સમયે નર્મદા ડેમ છલોછલ ભરાઇ ગયો હતો. જાેકે, આ વર્ષે નર્મદા ડેમની સપાટી હાલ ૧૧૯.૦૨ મીટર જ છે. નર્મદા ડેમમાં હાલ ૪૭૭૫.૧૭ એમસીએમ લાઈવ સ્ટોરેજ ઉપલબ્ધ છે.

સરદાર સરોવર નર્મદા બંધ ગત વર્ષે ૨૮ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ સાંજે ૫ કલાકે ૧૩૮.૬૮ મીટરને પાર કરતાં ડેમના ૨૩ દરવાજા ખોલવામાં આવ્યા હતા, ત્યારે નર્મદા નિગમના સ્ડ્ઢ ડો.રાજીવ ગુપ્તાએ ટ્‌વીટ કરી દેશને શુભેચ્છાઓ પાઠવી હતી, જાેકે આ વર્ષે હાલત કંઇક જુદી જ છે. આ વર્ષે વરસાદ ખૂબ ઓછો છે. હાલ ઉપરવાસમાંથી હાલ ૩૨,૬૫૪ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૩ સેમીનો વધારો થયો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.