Western Times News

Gujarati News

આણંદમાં RTO એજન્ટ પાસેથી ૧૨૫૨ નકલી આર.સી. બુક મળી

આણંદ, રાજ્યમાં આરટીઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને ગેરરીતિની બૂમો સંભળાય છે. અવારનવાર આરટીઓ એજન્ટ દ્વારા વાહનમાલિકો સાથે છેતરપિંડીના બનાવો સામે આવતા રહે છે, પરંતુ આ ભ્રષ્ટતાના છેડા એટલા લાંબા હોય છે એને પકડવા એક મોટો પડકાર છે. આણંદ એલસીબીએ આરટીઓ એજન્ટોનું કામ કરતા બે ઇસમને ઝડપી નકલી આરસી બુકોનું રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

આ અંગે નકલી આરસી બુક દ્વારા કેટલાં વાહનોની લે-વેચ થઈ છે તેમજ વાહન ફાઈનાન્સ કંપનીઓ અને તેની એજન્સીઓ દ્વારા પણ આ તત્ત્વનો ઉપયોગ કરી નકલી આરસી બુકોથી વેપાર કર્યો છે કે કેમ? એ અંગે પણ વધુ તપાસ હાથ ધરાઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ૪ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ અ.હેડ.કો રફીકભાઇ ગનીભાઇ તથા અખ્તરહુસૈન યુસુફિયાંને બાતમી મળી હતી કે ઉમરેઠના ગુલામ મોહંમદ ઉર્ફે ગુલો આદમભાઇ વ્હોરા પાસેથી અલગ અલગ આર.ટી.ઓ.ની કુલ ૧૬ આર.સી.બુકો મળી આવેલી.

જેથી પકડાયેલી આર.સી.બુકો બાબતે ખાતરી-તપાસ કરવી જરૂરી હોઇ, જેથી જાણવા જાેગ દાખલ કરી તપાસ હાથ ધરાઈ હતી.આસપાસ દરમિયાન ઝડપાયેલા ઈસમ પાસેથી મળેલી આરસી બુકોને અમદાવાદ ખાતેના આર.સી.બુક સેન્ટર, કચેરીમાં ચિપ રીડર મારફત ખાતરી-તપાસ કરાવતાં તમામ સ્માર્ટ કાર્ડ (આર.સી.બુક) ચિપમાં રહેલી માહિતી તથા કાર્ડ પર છાપેલી માહિતી અલગ અલગ હોવાનું જણાઇ આવ્યું હતું.

આ બાબતે ઘનિષ્ટ પૂછપરછ કરતાં આ બનાવટી આર.સી. બુકો બનાસકાંઠાના વડગામ તાલુકાના રજાેસણા ગામે રહેતા તારીફ અબ્દુલ હમીદ માકણોજિયા દ્વારા તૈયાર કરવામાં આવી હતી, જેથી તેની પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું હતું કે આ તમામ સ્માર્ટ કાર્ડ પોતાના લેપટોપમાં છાપી પ્રિન્ટરથી કોપી કાઢી રાજ્યના ઓળખીતા એજન્ટોને વેચતો હતો. એ આધારે આણંદ ટાઉન પોલીસે ૮ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ ગુનાની તપાસ દરમિયાન બન્ને ઇસમોની સઘન પૂછપરછ કરતાં ઉમરેઠનો ગુલામ મોહંમદ ઉર્ફે ગુલો વડગામના તારીફ માકણોજિયા પાસેથી દરેક આર.સી.બુક ૨૫૦૦થી ૩૦૦૦ રૂપિયામાં મેળવેલી હોવાનું ખૂલ્યું હતું, જેથી વડગામના તારીફ માકણોજિયા ગામે પાલનપુર હાઇવે ઉપર આવેલા ગોલ્ડન પ્લાઝામાં જી-૩ દુકાનમાં રેડ કરતાં ૯૯૯ નંગ છાપેલી આર.સી. બુક તથા ૨૫૩ નંગ અડધી છાપેલી તથા અડધી કોરી આર.સી. બુકો કુલ-૧૨૫૨ નંગ તેમજ પ્રિન્ટર, લેપટોપ, પેન ડ્રાઇવ તથા થિનરની બોટલ નંગ-૬, પ્રિન્ટર રોલ નંગ-૨૨, કાપડના ટુકાડા નંગ-૫ તથા મોબાઇલ-૨ મળી કુલ રૂ.૫૬ હજાર ૭૯૦નો મુદ્દામાલ ઝડપાયો હતો, જે પોલીસે જપ્ત લીધી છે.

મહત્ત્વનું છે કે પકડાયેલા બન્ને ઇસમો પૈકી તારીફ અબ્દુલ હમીદ માકણોજિયા બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાઓમાં આર.ટી.ઓ. એજન્ટ તથા વાહન લે-વેચ તરીકેનું કામ કરતો હતો. એ દરમિયાન એચ.પી. દાખલ/કેન્સલ, વાહન ટ્રાન્સફર માટે આવતી જૂની આર.સી.બુકો પોતે તથા ગુજરાત રાજ્યના પોતાના ઓળખીતા એજન્ટો પાસેથી મેળવી રાખી મૂકતો હતો.

તેની સાથે એજન્ટોને નવી આર.સી.બી. બુક જે નંબરની જાેઇતી હોય એ મુજબની વિગત આપતા હોય. એને આધારે પોતે છેલ્લા એક વર્ષથી આર.સી.બુકમાં છાપેલી વિગત કોરી કરી નાખી લેપટોપમાં કાર્ડપ્રેસ સોફ્ટવેરની મદદથી આર.સી. બુકની નવી વિગતો ખોટી રીતે લખી પ્રિન્ટ કરતો હતો અને દરેક આર.સી. બુક રૂ.૨૫૦૦થી ૩૦૦૦માં પોતાના મળતિયા માણસોને આપતો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.