Western Times News

Gujarati News

અનિલ અંબાણીને ૪૬.૬ અબજ ચુકવવા દિલ્હી મેટ્રોને આદેશ

નવી દિલ્હી, અનિલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે દિલ્હી મેટ્રો સામે ૪ વર્ષ જૂની લડાઈ જીતી છે. આ લડાઈ આર્બિટ્રેશન એવોર્ડથી ભંડોળના નિયંત્રણને લઈને હતી, જે અંગે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનું કહેવું છે કે તેને ધિરાણકર્તાઓના લેણાં ચૂકવવા માટે આની જરૂર છે.

બે ન્યાયાધીશોની સુપ્રીમ કોર્ટની પેનલે ગુરુવારે ૨૦૧૭ના આર્બિટ્રેશન એવોર્ડને લઈને અનિલ અંબાણીની તરફેણમાં પક્ષ રાખ્યો હતો. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વાર્ષિક અહેવાલ મુજબ આર્બિટ્રેશન ટ્રિબ્યુનલનો પુરસ્કાર, વ્યાજ સહિત, ૪૬.૬ અબજ (૬૩.૨ કરોડ ડોલર)થી વધુનો છે.

આ ચુકાદો અંબાણી માટે એક મહત્વની જીત છે કારણ કે તેમની ટેલિકોમ કંપનીઓ દેવાળિયામાં છે અને તેઓ દેશના સૌથી મોટા ધિરાણકર્તા દ્વારા દાખલ કરાયેલ વ્યક્તિગત દેવાળિયાનો કેસ લડી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (ડીએમઆરસી) રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુનિટને ૪૬.૬ અબજ રૂપિયાનું નુકસાન ચૂકવવા માટે જવાબદાર છે.

રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એકમે ૨૦૦૮માં દિલ્હી મેટ્રોની સાથે દેશનો પ્રથમ ખાનગી શહેર રેલ પ્રોજેક્ટ ૨૦૩૮ સુધી ચલાવવા માટે કરાર કર્યો હતો. ૨૦૧૨માં ફી અને કામગીરીના વિવાદને પગલે અંબાણીની કંપનીએ રાજધાની એરપોર્ટ મેટ્રો પ્રોજેક્ટનું સંચાલન બંધ કરી દીધું હતું અને દિલ્હી મેટ્રો સામે કરારના ભંગનો આરોપ લગાવીને આર્બિટ્રેશન કેસ શરૂ કર્યો હતો અને સાથે જ ટર્મિનેશન ફી માટે માંગ કરી હતી. કોર્ટના આદેશ બાદ રિલાયન્સ ઇન્ફ્રાનો શેર ૫%નો ઉછાળો થયો છે.

કંપનીના વકીલોએ કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે રિલાયન્સ ધિરાણકર્તાઓને ચૂકવવા માટે નાણાંનો ઉપયોગ કરશે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે બેન્કોને કંપનીના ખાતાઓને એનપીએ તરીકે ચિહ્નિત કરવા પર રોક લગાવી હતી. આ કેસમાં અંતિમ ર્નિણય ધિરાણકર્તાઓ પર કોર્ટના પ્રતિબંધો પણ હટી જાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.