લેબ ટેક્નિશિયન યુવતીને કીડનેપ કરીને દુષ્કર્મ આચર્યું

Files Photo
ગુરુગ્રામ, સેક્ટર-૫૨માં લેબ ટેક્નિશન તરીકે ફરજ બજાવતી ૨૬ વર્ષની યુવતી સાથે કારમાં દુષ્કૃત્ય આચરવામાં આવ્યું છે. યુવતી સાથે તેના જૂના બોસ દ્વારા મંગળવારે કિડનેપ કરીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. આરોપી સચિન સિંઘ તિવારી ફરાર છે.
પીડિત યુવતીએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેણે નોકરી શરુ કરી તેના ૧૫ દિવસ પછી ૬ જુલાઈ ૨૦૨૦ના રોજ સચિને તેનો યુનિફોર્મ માટે કપડા બદલતો વીડિયો ઉતારી લીધો હતો. આ પછી તેણે ક્લિપના આધારે શારીરિક સંબંધ બાંધવાની માગણીઓ શરુ કરી હતી.
યુવતીએ પોલીસને જણાવ્યું કે આરોપી સચિને તેના પર પાછલા એક વર્ષમાં ઘણી બધી વખત બળાત્કાર ગુજાર્યો છે. આરોપી વારંવાર યુવતીને સ્થાનિક હોટલમાં લઈ જતો હતો અને ત્યાં તેની સાથે બળજબરી કરતો હતો. યુવતીએ જણાવ્યું કે તે એકવાર પ્રગનેન્ટ પણ થઈ ગઈ હતી, આ પછી તેનો ગર્ભપાત પણ કરાવ્યો હતો.
મંગળવારે સચિને તેને વઝિરાબાદ વાત કરવાના બહાને બોલાવી હતી, અહીંથી તેણે યુવતીને બળજબરી કરીને કારમાં બેસાડી લીધી હતી અને તેને બાદશાહપુર લઈ ગયો હતો. અહીં નશામાં ચૂર સચિને તેના પર કારમાં બળાત્કાર ગુજાર્યો હતો.
પોલીસે જણાવ્યું કે પીડિત યુવતીએ જ્યારે તેને રોકવાની કોશિશ કરી તો તેણે ચાકુથી હુમલો કર્યો હતો. હોબાળો થતા એક સ્થાનિક વ્યક્તિએ આ અંગે પોલીસને જાણ કરી દીધી હતી. જાેકે, અહીં પોલીસ પહોંચે તે પહેલા જ સચિન ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પીડિત યુવતીને નજીકની હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે.
મંગળવારે સાંજે આ ઘટના અંગે સેક્ટર-૫૩ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જ્યાં આરોપી સામે આઈપીસીની કલમ ૩૧૩, ૩૨૩, ૩૨૮, ૩૫૪ સી, ૩૬૫, ૩૭૨ (૨) અને ૫૦૬ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ અંગે પોલીસે જણાવ્યું છે કે, આ કેસમાં તપાસ ચાલી રહી છે. યુવતીને તેના શરીરના ઉપરના ભાગમાં ઈજાઓ થઈ છે. પણ તે એટલી ગંભીર નથી.
પીડિત યુવતી મૂળ સોનીપતની છે, તે ગુરુગ્રામમાં આવી અને તે પછી તેણે ટેક્નિશન તરીકે લેબોરેટરીમાં કામ કરવાનું શરુ કર્યું હતું, પીડિતાનો પૂર્વ બોસ અને આરોપી સચિન ભોંડસીનો રહેવાસી છે.
પીડિતાએ આ પહેલા પોતાના ઉપર થતાં અત્યાચારો અંગે બોલવાનું ટાળ્યું હતું, કારણ કે તેને એ વાતનો ડર હતો કે સચિન તિવારી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે અને તેના કારણે સમાજમાં તેની ફજેતી થશે. સૂત્રો જણાવે છે કે પીડિતાએ એક મહિના પહેલા જ પોતાની લેબ ટેક્નિશન તરીકેની નોકરી છોડી દીધી હતી, કારણ કે તે પોતાના પર થતાં અત્યારોના કારણે કંટાળી ગઈ હતી.SSS