Western Times News

Gujarati News

ક્રિકેટ સાઉથ આફ્રિકા અને અમૂલની પ્રોટીઝ ટુર ઓફ ઇન્ડિયા માટે સંયુક્ત ભાગીદારી

આણંદ: ક્રિકેટ સાઉથ આફ્રિકા(CSA)એ એશિયન બ્રાન્ડ અમૂલ સાથે સ્ટાન્ડર્ડ બેંક પ્રોટીઝના ઓફિશિયલ એશિયન પાર્ટનર તરીકે નવી ભાગીદારીની શરૂઆત કરી છે. અમૂલ દુનિયાની નવમાં નંબરની સૌથી મોટી ડેરી પ્રોડકટ પાર્ટનર અને 7 અબજ યુએસ ડોલરનુ ટર્નઓવર ધરાવતી ભારતની સૌથી મોટી ફૂડ કંપની છે. આ મેગા બ્રાન્ડ વિશ્વમાં 73મુ સ્થાન ધરાવે છે તેને હાલની પ્રોટીઝ ટુર દરમ્યાન ટી-20 શર્ટના પાછળના ભાગે મુકવામાં આવશે.

અમૂલના મેનેજીંગ ડિરેકટર ડો. આર.એસ. સોઢીએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે“અમૂલ આગામી ટી-20 રમતો માટે સ્ટાન્ડર્ડ બેંક પ્રોટીઝ સાથે એશિયન પાર્ટનર તરીકે જોડાતાં ગૌરવ અનુભવે છે.”

સીએસએના ચીફ એક્ઝિક્યુટિવ થબંગ મોરોએ આ પાર્ટનરશિપ અંગે જણાવ્યું છે કે સીએસએ આ પાર્ટનરશિપથી રોમાંચિત છે. સીએસએ-અમૂલની પાર્ટનરશીપનુ અમારા ઈન્ટરનેશનલ માર્કેટીંગ પાર્ટનર આઈટીડબલ્યુએ બહુમાન કર્યું છે અને આ જોડાણ શક્તિશાળી બની રહેશે.”

સીએસએના ચીફ કોમર્શિયલ ઓફિસર કુગાન્ડ્રી ગોવેન્ડર જણાવે છે કે “અમૂલ અમારી સાથે સમાન મૂલ્યો ધરાવે છે. અમને આ અનોખી ભાગીદારીની તક મળી છે તે બદલ અમે આભારી છીએ. આ ભાગીદારી અમૂલને નવુ અને રોમાંચક પ્લેટફોર્મ તો પૂરૂ પાડશે જ પણ સાથે સાથે પેટાખંડમાં પ્રોટીઝ અને અમારા ચાહકો વચ્ચેના સંબંધો પણ મજબૂત બનાવશે “


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.