Western Times News

Gujarati News

ભરૂચ જીલ્લા પોલીસવડાનાે પુત્ર બન્યો યંગેસ્ટ શૂટરઃ મેળવ્યા ગોલ્ડ,સિલ્વર અને બ્રોન્ઝ મેડલ

૪૦ મી ગુજરાત સ્ટેટ શોટગન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ડબલ ટ્રેપ અને શોટગન શૂટિંગમાં કૌવત બતાવ્યું

(પ્રતિનિધિ) ભરૂચ, માનવરાજ ચુડાસમા જુનિયરશૂટર ગુજરાત વતી ઓક્ટોબરમાં પ્રિ નેશનલ અને ત્યારબાદ ક્વાલિફાઈ થયેથી નેશનલકક્ષાએ રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે

ડીએસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના પત્ની વંદનાબા પણ ૨ વર્ષમાં સ્ટેટ અને નેશનલ લેવલે શૂટિંગમાં ૨૪ મેડલ મેળવી ચુક્યા છે. ભરૂચ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના ૧૨ વર્ષીય પુત્ર માનવરાજસિંહે ૪૦ મી ગુજરાત સ્ટેટ શોટગન શૂટિંગ ચેમ્પિયનશિપમાં વિવિધ કેટેગરીમાં ગોલ્ડ,સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યો છે.ઓક્ટોબરમાં આ જુનિયર શૂટર પટિયાલામાં આયોજિત પ્રિ-નેશનલ શોટગન શૂટિંગમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.

ગાંધીનગરના વલાદ ખાતે તાજેતરમાં ક્રાઉન શૂટિંગ સ્પોર્ટ્‌સ એકેડેમીમાં ૪૦ મી ગુજરાત સ્ટેટ શોટગન શૂટિંગ ચેમ્પયનશિપ યોજાઈ હતી.જેમાં ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચૂડાસમાના સુપુત્ર માનવરાજસિંહે ડબલ ટ્રેપ શોટગન શૂટિંગ સ્પર્ધમાં જુનિયર ટીમ કેટેગરીમાં ગોલ્ડ મેડલ, ડબલ ટ્રેપ શોટગન શૂટિંગ સ્પર્ધાની વ્યકિતગત જુનિયર કેટેગરીમાં સિલ્વર મેડલ અને ડબલ ટ્રેપ શોટગન શૂટિંગ સ્પર્ધાની વ્યકિતગત સિનિયર કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.

હવે આ જુનિયર શૂટર ઓક્ટોબરમાં પંજાબના પટિયાલા ખાતે આયોજિત થનારી પ્રી-નેશનલ શોટગન શૂટિંગ સ્પર્ધા (ઓલ ઈન્ડીયા જી.વી.માવળંકર શૂટિંગ સ્પર્ધા) માં ભાગ લેવા માટે ક્વાલીફાઈ થયા છે.ભરૂચ જીલ્લા પોલીસવડાના પુત્ર જુનિયર શૂટર માનવરાજસિંહ આવનાર સમયમાં ગુજરાત રાજ્ય વતી પ્રિ નેશનલ અને ત્યાર બાદ ક્વાલિફાઈ થયેથી નેશનલ કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

ક્રાઉન શૂટિંગ સ્પોર્ટ્‌સ એકેડેમી,વલાદ ખાતે રમાયેલી ૪૦ મી ગુજરાત સ્ટેટ શોટગન શૂટિંગ ચેમ્પયનશિપમાં સિનિયર પુરુષ તથા મહિલા તેમજ જુનિયર પુરુષ અને કેટેગરીમાં સિંગલટ્રેપ,ડબલ ટ્રેપ અને સ્કીટ શોટગન શૂટિંગ સ્પર્ધમાં ૧૫૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.જેમાં માનવરાજ ચુડાસમા ૧૨ વર્ષ અને ૯ મહિના સૌથી નાની ઉંમર લના યંગેસ્ટ શૂટર હતા.

ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચૂડાસમાના ધર્મપત્નિ વંદનાબાએ પણ પતિના માર્ગદર્શન તેમજ જાત મહેનત અને મજબુત મનોબળ હેઠળ ૨ વર્ષમાં જ જિલ્લા સ્તરેથી લઈ રાષ્ટ્રીયકક્ષા સુધી શૂટીંગ સ્પર્ધામાં ૨૪ ગોલ્ડ,સિલ્વર તેમજ બોન્ઝ મેડલ મેળવી મહિલા શકિતને ઉજાગર કરવા સાથે જિલ્લાનું નામ રાષ્ટ્રીય સ્તરે ઝળકાવ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.