Western Times News

Gujarati News

બુલેટ ટ્રેન ટ્રેક માટે L&T એ બનાવ્યુ ફૂલ સ્પાન ઇક્વિપમેન્ટ

File

રેલવેના આદરણીય મંત્રીએ એલએન્ડટી-નિર્મિત ફૂલ સ્પાન લોંચિંગ ઇક્વિપમેન્ટને લીલી ઝંડી આપી -પ્રથમ પ્રકારનું સ્ટ્રેડલ ગર્ડર્સ અને ગર્ડર ટ્રાન્સપોર્ટર્સ

ચેન્નાઈ (કાંચીપુરમ), ભારત સરકારના આદરણીય રેલવે, સંચાર અને ઇલેક્ટ્રોનિક્સ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે ચેન્નાઈથી 50 કિલોમીટરના અંતરે સ્થિતિ કાંચીપુરમાં કંપનીની ઉત્પાદન સુવિધામાં એલએન્ડટી-નિર્મિત ફૂલ સ્પાન ઇક્વિપમેન્ટને લીલી ઝંડી આપી હતી, જેને મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે વિકસાવવામાં આવ્યું છે.

વર્ચ્યુઅલ લીલી ઝંડીના આ કાર્યક્રમમાં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સતિષ અગ્નિહોત્રી, નવી દિલ્હીમાં જાપાનના રાજદૂથ, આદરણીય ઇકોનોમિક સેક્શન મંત્રી શ્રી મિયામોતો શિંગો, એલએન્ડટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી એસ એન સુબ્રહમન્યન અને એલએન્ટી મેનેજમેન્ટ ટીમના અન્ય વરિષ્ઠ સભ્યો ઉપસ્થિત હતાં.

જો 508 કિલોમીટરની લંબાઈ ધરાવતા મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં, જેમાં એલએન્ડટી 63 ટકા હિસ્સો ધરાવે છે, તેમાં સંકળાયેલા મોટા પાયે નિર્માણને ધ્યાનમાં રાખીએ, તો ઝડપથી કામગીરી કરવા ઇનોવેટિવ, અદ્યતન નિર્માણ ટેકનિકો અને પદ્દતિઓ અપનાવવાની જરૂર છે.

ફૂલ સ્પાન લોંચ ઇક્વિપમેન્ટમાં પ્રથમ પ્રકારનું સ્ટેડલ કેરિયર્સ અને ગર્ડર ટ્રાન્સપોર્ટર્સ સામેલ છે, જેનું પરિવહન કરવામાં આવશે અને ડબલ ટ્રેક માટે સિંગલ પીસ તરીકે ફૂલ સ્પાન ગર્ડર્સ તરીકે ઊભું કરવામાં આવશે.

40 મીટર લાંબાં ગર્ડર્સનું વજન 975 એમટી છે, જે ભારતીય નિર્માણ ઉદ્યોગમાં સૌથી વજનદાર પીએસએક્સ બોક્ષ ગર્ડર્સ છે, જેનું પ્રીકાસ્ટ થશે અને ઊભું કરવામાં આવશે.

આ લોંચ પર શ્રી સુબ્રમન્યને કહ્યું હતં કે, “આ આત્મનિર્ભર ભારતના નિર્માણના અભિયાનની સુસંગતતાનો સાચો પુરાવો છે. આ બંને ઉપકરણો સંપૂર્ણપણે ઇન-હાઉસ ડિઝાઇન કરીને વિકસાવવામાં આવ્યાં છે અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, એને હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટની ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ કસ્ટમાઇઝ કરવામાં આવેલ છે,

જે ભારતમાં અત્યાર સુધી એનાયત થયેલો સૌથી મોટો ઇપીએસ પ્રોજેક્ટ છે. આટલી ઝડપ અને મોટા પાયે નિર્માણમાં કેટલાંક પડકારો છે, પણ અમે ભારતનાં પ્રથમ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટને સમયસર અને ગુણવત્તા સાથે પૂર્ણ કરવા આ મોટા પડકારને ઝીલલા કટિબદ્ધ છીએ.”

એલએન્ડટીના પૂર્ણકાલિન નિર્દેશક અને સીનિયર વાઇસ પ્રેસિડન્ટ (સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર) શ્રી એસ વી દેસાઈએ કહ્યું હતું કે, “કેટલાંક આંતરરાષ્ટ્રીય બજારોમાં આ પ્રકારનું ઉપકરણ ઉપલબ્ધ હોવા છતાં અમે એમએસએમઇ (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસિકો) સાથે જોડાણમાં સ્વદેશી રીતે એનું નિર્માણ કરવું અમારા માટે વ્યૂહાત્મક રીતે વધારે લાભદાયક માન્યું હતું,

જે આત્મનિર્ભર ભારતની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. અમારી ઉત્પાદન સુવિધાઓએ આ પ્રકારના મહત્વપૂર્ણ ઉપકરણ પ્રદાન કરવા પર્યાપ્ત સજ્જતા કેળવી છે, જે ડિલિવરી માટે મહત્વપૂર્ણ છે તથા આ પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં મદદરૂપ થવા આ પ્રકારના વધારે ઇનોવેશન નજીકમાં છે.”

ફૂલ સ્પાન ઇક્વિપમેન્ટના લોંચ વિશે થોડા ટેકનોલોજી મુદ્દાઃ

·         ઉપકરણની ડિઝાઇન આંતરરાષ્ટ્રી સ્તરના ડિઝાઇન ધારાધોરણો જાળવીને કડક આંતરરાષ્ટ્રીય સંહિતાનું પાલન કરીને ઇન-હાઉસ ફૂલ-સ્કેલ મોડલ્સ વિકસાવીને અદ્યતન ફિનાઇટ એલીમેન્ટ એનાલીસિસ સોફ્ટવેરનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી છે

·         વિવિધ મહત્વપૂર્ણ લોડિંગ કેસ અને વિવિધ સામગ્રીના ગ્રેડિંગના સમન્વયનો અસરકારક ઉપયોગ કરવા માટે મશીનોની ચકાસણી થાય છે, જેથી લઘુતમ કાર્યકારી ખર્ચ પર લાંબા સમય સુધી, અસરકારક કામગીરી સુનિશ્ચિત થાય

·         લોંચ થયેલું ગર્ડર કર્વ ટ્રેક્સ અને વિવિધ ગ્રેડિયન્ટ માટે અનુકૂળ છે

·         મશીનો અતિ મિકેનાઇઝ અને અસરકારક વર્લ્ડ ક્લાસ અને સૌથી વિશ્વસનિય ઘટકો સાથે સજ્જ છે તથા ઇન-બિલ્ટ પ્રોગ્રામ લોજિંકનો ઓટોમેટિક મોડમાં ઉપયોગ કરી શકાય છે

·         આઇઓટી દ્વારા રિમોટ મોનિટરિંગ માટે એક જોગવાઈ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.