ભડકેલી સુનિતાએ કૃષ્ણાને ટેલેન્ટ વિનાનો ગણાવ્યો

મુંબઈ, કોમેડિયન-એક્ટર કૃષ્ણા અભિષેક અને તેના મામા ગોવિંદા વચ્ચે હજી પણ તણાવપૂર્ણ સંબંધો છે. હાલમાં જ ‘ધ કપિલ શર્મા શો’માં ગોવિંદા પરિવાર સાથે મહેમાન બનીને આવ્યા હતા. ત્યારે કૃષ્ણાએ આ એપિસોડ માટે શૂટિંગ કરવાની ના પાડી હતી. ગત વર્ષે પણ ગોવિંદા આ શોમાં આવ્યા ત્યારે કૃષ્ણાએ શૂટિંગ નહોતું કર્યું. હાલમાં જ કૃષ્ણા અભિષેકને આ અંગે પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું, “બંને પક્ષ એકબીજા સાથે એક મંચ પર નથી રહેવા માગતા. કૃષ્ણાએ એમ પણ કહ્યું હતું તેના મામા સાથેના મતભેદો હજી દૂર નથી.
આ મામલે ગોવિંદાએ તો મૌન સાધ્યું છે પરંતુ તેમના પત્ની સુનિતા આહુજાએ પ્રતિક્રિયા આપી છે. સુનિતાએ કહ્યું, હું અને મારો પરિવાર જે એપિસોડનો ભાગ બનવાના હતા તેના માટે શૂટિંગ ન કરવા અંગે કૃષ્ણા અભિષેકે જે વાત કહી છે તે સાંભળીને હું ખૂબ દુઃખી છું. તેણે કહ્યું હતું કે, બંને પક્ષો એક સ્ટેજ પર નથી રહેવા માગતા. ગત વર્ષે નવેમ્બર મહિનામાં ગોવિંદાએ આ મુદ્દે પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો હતો અને ભવિષ્યમાં જાહેર મંચ પર પારિવારિક વિવાદ અંગે ચર્ચા ન કરવાનો ર્નિણય કર્યો હતો. જેન્ટલમેનની જેમ ગોવિંદાએ પોતાનું વચન પાળ્યું છે.
હું પણ એ જ રટણ કરીશ કે અમે યોગ્ય અંતર જાળવી રાખવા માગીએ છીએ પરંતુ હવે વાત એટલે સુધી પહોંચી ગઈ છે કે મને લાગે છે આ બાબતે વાત થવી જાેઈએ. સુનિતાએ આગળ કહ્યું, “જ્યારે પણ અમે ‘ધ કપિલ શર્મા’ શોમાં આવીએ છીએ ત્યારે તે પબ્લિસિટી માટે મીડિયા સામે અમારા વિશે કંઈપણ બોલે છે. આ બધું બોલીને શું ફાયદો થાય છે? પારિવારિક મુદ્દો જાહેર મંચ પર ચર્ચવાનો કોઈ અર્થ નથી.
ગોવિંદા આ મામલે ચૂપ રહેશે અથવા એ જ વાત ફરીને ફરી કહેશે પરંતુ મને આ બાબતથી દુઃખ થાય છે, ગુસ્સો આવે છે. તેના વિના પણ અમારો શો હિટ રહ્યો છે અને આ વખતે પણ એમ જ થશે. સુનિતાએ પોતાનો રોષ વ્યક્ત કરતાં આગળ કહ્યું, “તેનું કોમિક ટેલેન્ટ તેના મામાનું નામ વાપરવા સુધી જ સીમિત છે. તે વારંવાર કહ્યા કરે છે કે, મારા મામા આમ-મારા મામા તેમ. શું એ એટલો પણ ટેલેન્ટેડ નથી કે મામાના નામનો ઉપયોગ કર્યા વિના એક હિટ શો આપી શકે?”SSS