રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઘણા રાજ્યોના રાજ્યપાલની બદલી કરી

નવીદિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યનું રાજીનામું સ્વીકાર્યું અને રાજ્યના રાજ્યપાલની કમાન લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ગુરમીત સિંહને સોંપી. રાષ્ટ્રપતિ ભવનથી પ્રાપ્ત માહિતી અનુસાર, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મૌર્યનું રાજીનામું સ્વીકારી લીધું છે અને તેમના સ્થાને લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહને આ જવાબદારી સોંપી છે.
રાષ્ટ્રપતિએ તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને પંજાબના નિયમિત રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે. અત્યાર સુધી પુરોહિત પંજાબના રાજ્યપાલનો કાર્યભાર સંભાળી રહ્યા હતા. નાગાલેન્ડના રાજ્યપાલ આર.એન. રવિની બદલી તામિલનાડુમાં કરવામાં આવી છે, જે હવે પુરોહિતની જગ્યા લેશે.
આસામના રાજ્યપાલ પ્રોફેસર જગદીશ મુખી પણ નાગાલેન્ડના રાજ્યપાલનો વધારાનો હવાલો સંભાળશે. તે આગામી વ્યવસ્થા સુધી આ જવાબદારી સંભાળશે. ઉલ્લેખનીય છે કે આ તમામ રાજ્યપાલ જ્યારે ચાર્જ સંભાળશે ત્યારેથી તેમનો કાર્યભાર શરૂ થશે.HS