ચીન તિબેટ-શિનજિયાંગમાં ૩૦ એરપોર્ટ બનાવી રહ્યું છે

નવી દિલ્હી, ચીન ભારતની સીમાને અડીને પોતાની ઈન્ફ્રાસ્ટ્રક્ચર છેલ્લા ઘણા વર્ષોથી વિકસાવી રહ્યુ છે પણ ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સીમા પર ગયા વર્ષે સર્જાયેલા તનાવ બાદ ચીને સુવિધાઓ ઉભી કરવાની ઝડપ વધારી દીધી છે.
ભારત સાથે ચાલી રહેલા મંત્રણા વચ્ચે ચીને પોતાની સરહદ નજીકના ઘણા વિસ્તારોને રેલવે લાઈન વડે જાેડી દીધા છે તો બીજી તરફ એવી વિગતો સપાટી પર આવી છે કે, ભારત સાથે જાેડાયેલા તિબેટ અને શિનજિયાંગ પ્રાંતમાં ચીન ૩૦ એરપોર્ટ બનાવી રહ્યુ છે.કેટલાક એરપોર્ટ બની ગયા છે અને કેટલાકનુ કામ ચાલી રહ્યુ છે. આ તમામ એરપોર્ટ ભારતની સરહદથી અત્યંત નજીક છે.ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે ચીને તાજેતરમાં જ એક બુલેટ ટ્રેન શરુ કરી છે અને તે તિબેટને અરુણાચલ સીમા પાસે આવેલા ન્યિંગ ચી નામના શહેર સાથે જાેડે છે.
રેલવે અને રોડ રસ્તા જેવી સુવિધાઓ ડેવલપ કરવા પાછળ ચીનનો ઈરાદો બહુ સાફ છે કે, લશ્કરી તનાવના સમયમાં સરહદ સુધી સૈનિકો અને બીજા સરંજામની હેરફેર ઝડપથી કરી શકાય.ચીને તિબેટ અને શિનજિયાંગ પ્રાંત માટે ૨૩ એર રુટ ખોલી દીધા છે.જેથી સેનાની અવર જવર જરુર પડે તો ઝડપી બનાવી શકાય.SSS