મહિલા સિંગલ્સમાં લેલાહ-રાદુકાનું વચ્ચે મુકાબલો થશે
વોશિંગ્ટન, યુએસ ઓપનમાં મહિલા સિંગલ્સનો ફાઈનલ મુકાબલો નક્કી થઈ ગયો છે. અમેરિકી ઓપનનો ખિતાબી મુકાબલો કેનેડાની લેલાહ ફર્નાંડીઝ અને બ્રિટનની એમા રાદુકાનુ વચ્ચે રમાશે. બંને ખેલાડીઓ પહેલી વખત યુએસ ઓપનની ફાઈનલમાં પહોંચી છે. રાદુકાનુએ સેમીફાઈનલ મેચમાં દમદાર પ્રદર્શન સાથે મારિયા સકારીને ૨-૦થી હરાવી હતી. આ મુકાબલામાં તેણે સકારીને ૬-૧, ૬-૪થી પરાજય આપ્યો હતો.
તેના પહેલા કેનેડાની ૧૯ વર્ષીય ટેનિસ ખેલાડી લેલાહ ફર્નાંડીઝે સેમીફાઈનલ મુકાબલામાં વિશ્વની બીજા નંબરની ખેલાડી બેલારૂસની આર્યના સબાલેંકાને ૨-૧થી હરાવી હતી. લેલાહે સેમીફાઈનલ મુકાબલામાં બેલારૂસની ખેલાડીને ૭-૬, ૪-૬, ૬-૪થી હરાવી હતી અને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. લેલાહ ગ્રાન્ડ સ્લેમ ફાઈનલમાં પહોંચનારી મારિયા શારાપોવા બાદની વિશ્વની બીજી સૌથી ઓછી ઉંમરની ખેલાડી છે.
બંને ખેલાડીઓ વચ્ચે રમાયેલી સેમીફાઈનલ મેચમાં જાેરદાર ટક્કર જાેવા મળી હતી. લેલાહે પહેલો સેટ ૭-૬થી પોતાના નામે કર્યો હતો. ત્યાર બાદ બીજાે સેટ સબાલેંકાએ પલટવાર કરીને ૬-૪થી જીત્યો હતો. ત્યાર બાદ ત્રીજા સેટમાં બંને ખેલાડીઓએ એકબીજાને આકરો પડકાર આપ્યો હતો. જાેકે યુવા જાેશ લેલાહ સામે તેનું કશું ન ચાલ્યું. કેનેડાની ખેલાડીએ તે સેટ ૬-૪થી પોતાના નામે કરી લીધો હતો.
લેલાહ ફર્નાંડીઝ ગ્રાન્ડ સ્લેમ ફાઈનલમાં પહોંચનારી વિશ્વની બીજી સૌથી ઓછી ઉંમરની ખેલાડી બની ગઈ છે. કોઈ ગ્રાન્ડ સ્લેમની ફાઈનલમાં સૌથી ઓછી ઉંમરે પહોંચવાનો રેકોર્ડ મારિયા શારાપોવાના નામે છે. તે ૨૦૦૪માં વિંબલડનની ફાઈનલમાં પહોંચી હતી.
યુએસ ઓપન મહિલા સિંગલ્સમાં હવે લેલાહનો મુકાબલો એમા રાદુકાનુ સાથે થશે. બંને ખેલાડીઓ પહેલી વખત યુએસ ઓપનની ફાઈનલમાં પહોંચી છે. છેલ્લા ૩ વર્ષમાં અમેરિકી ઓપનમાં બીજી વખત ફાઈનલમાં કેનેડાની કોઈ મહિલા ખેલાડી રમશે. આના પહેલા ૨૦૧૯માં કેનેડાની બિયાંકા એન્ડ્રેસ્કુએ યુએસ ઓપનનો ખિતાબ જીત્યો હતો.SSS