યુએસના રેપરે ઓપરેશનથી સોનાના વાળ ઉગાડ્યા

વોશિંગ્ટન, પૃથ્વી પર રહેતા દરેક વ્યક્તિને અલગ-અલગ શોખ હોય છે. જાેકે કેટલાક વ્યક્તિને એવા શોખ હોય છે જે જાણીને આપણે ચકિત થઇ જઈએ છીએ. આવો જ એક અજીબ શોખ અમેરિકામાં રહેતા ડૈન સુર નામના રેપરને છે. ડેન સુરે હેયર ટ્રાન્સપ્લાન્ટ કરાવીને વાળના બદલે સોનાની ચેઇનો ઉગાડી છે. અમેરિકાના રેપર ડેન સુરના નવા ફોટો વાયરલ થઇ રહ્યા છે. જેમાં રેપરે હેયર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે. જેની ઘણી ચર્ચા થઇ રહી છે. ડેને પોતાના કાળા વાળના બદલે માથામાં સોનાની મોટી-મોટી ચેઇનો લગાવી છે.
રેપરે પોતાના ગોલ્ડન વાળના ફોટા ઇંસ્ટાગ્રામ પર શેર કર્યા છે. જેને જાેયા પછી લોકો ચકિત થઇ ગયા છે. ડેનનો દાવો છે કે આવી રીતે હેયર ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર પ્રથમ વ્યક્તિ છે. રિપોર્ટ્સ પ્રમાણે ડેને સર્જરી માટે પોતાના માથાના બધા વાળ હટાવી દીધા હતા. આ પછી તેણે માથા પર હુક લગાવીને તેમાં સોનાની ચેઇન લગાવી છે. ડેનના માથા પર લટકતી આ ગોલ્ડન ચેઇનને જાેઈને બધા ચકિત થઇ રહી જાય છે.
ડેને ઘણી મોટી-મોટી ચેઇન લગાવી છે. સોનાની ચેઇન લગાવનાર આર્ટિસ્ટે પોતાના સોશિયલ મીડિયા પ્રશંસકોને જણાવ્યું કે સચ્ચાઇ એ છે કે તે લાંબા સમયથી એવું કશુંક કામ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો. તે અન્ય લોકોની જેમ પોતાના વાળ ડાઇ કરાવવા માંગતો ન હતો. તે કશુંક અલગ કરવાની ઇચ્છા રાખતો હતો. પોતાની આ ઇચ્છાને પૂરી કરવા માટે ડેને સર્જરી કરાવીને પોતાના વાળ હટાવી દીધા હતા.
વાળના બદલે સોનાની ચેઇન લગાવી હતી. આ સોનાની ચેઇન તેના ખોપડીની અંદર નાખેલા હુકથી લટકેલી છે. ડેન પોતાના ગોલ્ડન વાળથી ઘણો ખુશ છે. ડેને જણાવ્યું કે માણસના ઇતિહાસમાં તે પ્રથમ વ્યક્તિ છે જેણે આવું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે. આ સર્જરી પછી ઇંસ્ટાગ્રામ પર તેના ઘણા ફોલોઅર્સ વધી ગયા છે. ટિકટોક પર જ્યાં પહેલા ૧૨ હજાર ફોલોઅર્સ હતા તે હવે બે લાખ ફોલોઅર્સ થઇ ગયા છે.SSS