કરનાલમાં લાઠીચાર્જ મામલે ચાલી રહેલા આંદોલનને સમાપ્ત કરવાની જાહેરાત

ચંડીગઢ, ૨૮ ઓગસ્ટના રોજ, બસ્તારા ટોલ પર ખેડૂતો પર લાઠીચાર્જ અને એસડીએમ આયુષ સિન્હા સામે કડક કાર્યવાહી કરવા સહિત અન્ય માંગણીઓ સાથે ખેડૂતો અને વહીવટીતંત્ર વચ્ચે ચાલી રહેલી માથાકૂટનો અંત આવ્યો છે. સચિવ દેવેન્દ્ર સિંહે કહ્યું હતું કે સર્વસંમતિથી ર્નિણય લેવામાં આવ્યો છે કે સરકાર ૨૮ ઓગસ્ટના રોજ હાઇકોર્ટના પૂર્વ જજ દ્વારા આ ઘટનાની ન્યાયિક તપાસ કરશે.
આ તપાસ એક મહિનામાં પૂર્ણ થશે. પૂર્વ એસડીએમ આયુષ સિન્હા આ સમયગાળા દરમિયાન રજા પર રહેશે. હરિયાણા સરકાર મૃતક ખેડૂત સતીશ કાજલના બે સંબંધીઓને કરનાલમાં નોકરી આપશે. આ પછી, ખેડૂત નેતા ગુરનામ સિંહે કરનાલમાં લાઠીચાર્જ મામલે ચાલી રહેલા આંદોલનને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે.
કૃષિ વિભાગના એક સચિવ દેવેન્દ્ર સિંહ સરકારની સૂચનાઓના કારણે ખેડૂતો સાથે વાતચીત કરવા માટે કરનાલ પહોંચ્યા હતા. જ્યારે ખેડૂતો વતી બીકેયુ હરિયાણાના પ્રદેશ પ્રમુખ ગુરનમ સિંહ સહિત પંદર સભ્યોની સમિતિના ખેડૂત નેતાઓ પણ આ બેઠકમાં સામેલ થયા હતા.લગભગ ચાર કલાક સુધી ચાલેલી આ બેઠકમાં, વાયરલ વિડીયોમાં લાઠીચાર્જની વાત કરતા એસડીએમ સામે કડક કાર્યવાહી, આ મામલે ન્યાયિક તપાસ, મૃતક ખેડૂત સુશીલ કાજલના આશ્રિતોને વળતર અને નોકરી, અને અન્ય ગંભીર રીતે ઘાયલ ખેડૂતો, વગેરે માંગણીઓ પર ખેડૂતો ટકી રહ્યા હતા.
બીજી બાજુ, એસીએસ દેવેન્દ્ર સિંહે પણ ખેડૂતોને અપીલ કરી હતી કે તેઓ પોતાની જીદ છોડીને આ સમસ્યાના હકારાત્મક ઉકેલ તરફ આગળ વધે. આ અંગે ખેડૂત નેતાઓએ સ્પષ્ટ કહ્યું હતું કે જાે સરકાર આ મામલાની તપાસ કરાવવા માંગતી હોય તો ન્યાયિક તપાસ કરાવવી જાેઈએ. મુખ્ય સચિવના આદેશ પર કરનાલના ડીસી દ્વારા કરવામાં આવી રહેલી તપાસથી ખેડૂત સંતુષ્ટ નથી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, બેઠક દરમિયાન અધિકારીઓનું વલણ ખેડૂતોને શાંત કરવા બાબતે અને આ મામલાની ન્યાયિક તપાસ કરવા માટે સકારાત્મક દેખાતું હતું. કેસની તપાસ નિવૃત્ત જજ દ્વારા કરી શકાય તેમ છે. પરંતુ હજુ સુધી આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. બેઠકમાં અન્ય માંગણીઓ પર અધિકારીઓનું વલણ પણ હકારાત્મક જણાયું હતું.૨૮ ઓગસ્ટના રોજ ખેડૂતોએ કરનાલમાં મુખ્યમંત્રી મનોહર લાલની અધ્યક્ષતામાં ભાજપની રાજ્ય કક્ષાની બેઠકનો વિરોધ કરવાની જાહેરાત કરી હતી. આ માટે ખેડૂતો પણ એક થયા હતા.
પરંતુ પોલીસ વહીવટીતંત્ર દ્વારા શહેર સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યું હતું. તેથી, ખેડૂતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બસ્તારા ટોલ પર એકઠા થઈ ગયા હતા. ત્યાર બાદ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું અને પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો. બીજી બાજુ, તત્કાલીન એસડીએમ આયુષ સિંહાનો લાઠીચાર્જનો આદેશ આપતો વીડિયો પણ વાયરલ થયો હતો.
જેનાથી ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. તેના વિરોધમાં ૭ સપ્ટેમ્બરે કરનાલમાં એક કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ હજારો ખેડૂતોએ તે જ દિવસે સાંજે મીની સચિવાલયમાં ધામા નાખ્યા હતા. આ મુદ્દાને ઉકેલવા માટે બે વાટાઘાટો ફેઇલ ગઈ હતી. પરંતુ હવે કોઈ ઉકેલ આવે તેવું લાગી રહ્યું છે.HS