Western Times News

Gujarati News

અમદાવાદ માનસિક આરોગ્ય હોસ્પિટલમાં સ્વૈચ્છિક સંસ્થાઓ માટે ટ્રેનિંગનુ આયોજન

Files Photo

આત્મહત્યા અટકાવવાના પ્રયાસો વિશે માહિતગાર કરવામાં આવશે

અમદાવાદ શહેરની માનસિક આરોગ્યની હોસ્પિટલ દ્વારા આત્મહત્યા અટકાવવાના પ્રયાસરૂપ વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

જેનાભાગરૂપ તારીખ 14 મી સપ્ટેમ્બરના રોજ સ્વૈચ્છિક સંસ્થાઓ માટે ઓનલાઇન તાલીમ ગોઠવવામાં આવી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા રેલી, નાટક દ્વારા વિવિધ જૂથ સાથે તાલીમ અને આત્મહત્યા અટકાવવા માટેની તાલીમ આપવામાં આવશે.

જેમાં ગુજરાતની તમામ સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાઇને  લોકમાનસ પર સકારાત્મક વિચારોનું સર્જન કરે અને આત્મહત્યા અટકાવવા માટે જનજાગૃતિ સમગ્ર ગુજરાતમાં કેળવવા મદદરૂપ બને તે માટેના સંયુક્ત પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે.

આ ઓનલાઇન માટે મીટિંગ ઝુમ એપ પર  મીટિંગ આઇ.ડી – 5260383721  પર લોગ ઇન કરીને જોડાઇ શકાશે.સવારે 10 થી 11.30 કલાકે આ સમગ્ર ટ્રેનિંગ કાર્યરત રહેશે તેમ માનસિક આરોગ્ય હોસ્પિટલના મેડિકલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. અજય ચૌહાણે જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.