ખેડબ્રહ્મા કોલેજ દ્વારા મહા સ્વચ્છતા અભિયાન યોજાયું
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, યાત્રાધામ ખેડબ્રહ્મામાં તા.૦૮ થી ૧૪ સપ્ટેમ્બર ર૦૧૯ દરમ્યાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાયો હતો આ મહામેળા બાદ અંબાજી મંદિર પરિસરમાં થયેલ ગંદકીને દૂર કરવા ખેડબ્રહ્મા અંબાજી માતાજી મંદિર પરિસરમાં મહાસફાઈ અભિયાન હાથ ધરાયું હતું. જે અંતર્ગત અંબાજી માતાજી મંદિરના ટ્રસ્ટી શ્રી પ્રવિણસિંહ સોલંકી, મેનેજરશ્રી ઘનશ્યામસિંહ રહેવર, સફાઈ કર્મીઓની ટીમ સહીત ડી.ડી. ઠાકર આર્ટસ અને કે.જે. પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્માના એન.એસ.એસ. (રાષ્ટ્રીય સેવા યોજના) યુનિટના સ્વયંસેવકો (વોલેન્ટીયર્સ) દ્વારા પણ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં એન.એસ. એસ.ના ૧પ૦ સ્વયંસેવકો (વોલેન્ટીયર્સ) એ ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્યશ્રી એન.ડી. પટેલ તથા પ્રોગ્રામ ઓફિસરશ્રી ડો. જે.એસ. રાઠવા તેમજ ડો. કે.ડી. પટેલ તથા પ્રા.શÂક્તસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.*