“મારે બાલવીર રિટર્ન્સ સાથે વિશ્વમાં ફેરફાર લાવવો છે”: દેવ જોષી
મુંબઇ, મનોરંજન ઉદ્યોગમાં એક બાળ કલાકાર તરીકે પોતાની યાત્રા શરૂ કરનાર અને એવોર્ડ વિજેતા સ્ટાર દેવ જોષીએ સોની સબની અત્યંત વખાણાયેલ સુપરહીરો બાલવીર તરીકે પોતાના અસાધારણ પર્ફોમન્સ સાથે દરેકના દિલ જીતી લીધા છે. હવે રાષ્ટ્રનો લોકપ્રિય હીરો સોની સબ પર બાલવીર રિટર્ન્સમાં પાછો ફરી રહ્યો છે. બાલવીર રિટર્ન્સનું ઓપ્ટીમિસ્ટીક એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે, જે દર્શકોને રોલર કોસ્ટર (ઉપર નીચે) જેવી મુસાફરી કરાવશે કેમ કે તેમાં લોકપ્રિય સુપર હીરો બાલવીર વિશ્વને બચાવવા માટે દુષ્ટાત્મા સાથે લડાઇ કરે છે!
અનેક વર્ષ પછી ટેલિવીઝનમાં અને તે પણ સોની સબના જ શોમાં પરત ફરતા તમે કેવી લાગણી અનુભવો છો? સોની સબ ખરેખર મારા દિલની નજીક છે. મે હંમેશા સોની સબ દ્વારા દર્શાવવામાં આવતા કન્ટેન્ટ માણ્યા છે. મને બાલવીરનો ભાગ બનવાની તક મળી છે જેણે દર્શકો તરફથી ભારે પ્રેમ અને ટેકો પ્રાપ્ત કર્યો છે. તદ્દન નવા અવતારમાં ચેનલ સાથે પાછા ફરતા હું રોમાંચ અનુભવું છું અને હું ફરી એકવાર ટેલિવીઝન સ્ક્રીન પર જાદુનુ સર્જન કરવાની ઇચ્છા રાખું છું. બાલવીર મારા જીવનનો સૌથી મોટો ભાગ રહ્યો છે અને લોકોએ મારા કામની પ્રશંસા કરી છે અને મને ખાતરી છે કે લોકો બાલવીર રિટર્ન્સને પણ ભરપર માણશે કેમ કે અમે અસંખ્ય નવા અને રોમાંચક ત¥વો સાથે આવી રહ્યા છીએ.