AAPને બનાવટી કંપની દ્વારા ડોનેશન લેવા બદલ નોટિસ

નવી દિલ્હી, ઈડીએ આમ આદમી પાર્ટીને નોટિસ મોકલી છે. આમ આદમી પાર્ટીને ૪ બનાવટી કંપનીઓ પાસેથી ડોનેશન લેવાનો મામલો ફેબ્રુઆરી ૨૦૧૪નો છે, જ્યારે આરઓસીએ ૪ બનાવટી કંપનીઓ દ્વારા આમ આદમી પાર્ટીને ૨ કરોડ રૂપિયા મળવાની ફરિયાદ પોલીસને કરી હતી. આ રૂપિયા દહેરાદૂનની એક કંપનીએ શેલ કંપનીઓ દ્વારા આપ્યા હતા.
ઈડીની નોટિસ મળવા પર આમ આદમી પાર્ટી ધારાસભ્ય રાઘવ ચઢ્ઢાએ ટ્વીટ કરીને કહ્યુ કે મોદી સરકારની ફેવરેટ એજન્સી ઈડીની તરફથી આમ આદમી પાર્ટીને લવ લેટર મળ્યો છે. હુ આમ આદમી પાર્ટી મુખ્યાલય પર બપોરે પ્રેસ કૉન્ફ્રેરન્સ કરીશ અને આપના વિરૂદ્ધ ભાજપના બદલાની કાર્યવાહીને ખુલ્લી પાડીશ.
ઈડીએ વર્ષ ૨૦૧૭માં આ ચાર નકલી કંપનીઓ વિરૂદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ કેસ નોંધ્યો હતો. આ ચાર નકલી કંપનીઓ તરફથી ૨૦૧૪થી ૫૦-૫૦ લાખ રૂપિયાના ચાર ચેક આમ આદમી પાર્ટીને આપવામાં આવ્યા હતા.
દિલ્હી પોલીસે ૨૧ ઓગસ્ટ ૨૦૨૦ને આમ આદમી પાર્ટીને નકલી કંપનીઓ દ્વારા ૨ કરોડ રૂપિયા ફંડના નામ પર ટ્રાન્સફર કરવાના આરોપમાં મુકેશ કુમાર અને સુધાંશુ બંસલની ધરપકડ કરી હતી.SSS