કાર અડી જતાં ઠપકો આપ્યો તો કારચાલક મહિલાના પતિએ યુવતીને બચકાં ભરી લીધા

પ્રતિકાત્મક
અમદાવાદ, સુરધારા સર્કલ પાસે કાર અડી જવા બાબતે ઠપકો આપતા યુવતીએ કારચાલક મહિલાના પતિએ પાંચ-સાત બચકા ભરીને માર મારતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. યુવતી તેના મિત્ર સાથે ચાલવા માટે નીકળી હતી ત્યારે કારચાલક મહિલાએ સામાન્ય ટક્કર મારતાં મામલો બીચક્યો હતો.
વસ્ત્રાપુરના કાસાવ્યોમમાં રહેતા અમિત સિંઘે દંપતી વિરૂદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અમિતસિંઘ નવરંગપુરા ખાતે અમિગો ઇન કોર્પોરેશન નામની કંપની દ્વારા સાયબરને લગતુ કામકાજ કરે છે.
ગઇકાલે અમિતસિંઘ સુરધારા સર્કલ પાસે રહેતા તેમના પાર્ટનર હરીશભાઇના ઘરે ગયા હતા. રાતના નવ વાગ્યાની આસપાસ અમિતસિંઘ અને હરીશભાઇના દીકરી વિનીતાબહેન તેમની સોસાયટી બહાર ચાલતાં ચાલતા જતા હત. આ દરમિયાન મેપલ ટ્રીમાંથી એક મહિલા નંબર પ્લેટ વગરની કાલ એકદમ અમિતસિંઘ અને વિનિતાબહેન તરફ લઇ આવી હતી,
જેમાં વિનીતાબહેન સાથે કાર સામાન્ય અથડાઇ હતી, જેથી વિનીતાબહેને કાર ચલાવનાર મહિલા જાહ્નવીબહેનને કાર સારી રીતે ચલાવવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. આ સમયે જાહનવીબહેને તેમના પતિ મૌલિકને બોલાવી લીધા હતા.
દંપતીએ ઝઘડામાં કઁઇ પણ સમજ્યા વગર કદમ આવી જઇ વિનીતાબહેનને પાછળથી પકડીને કીચડમાં પાડી દીધા હતા અને તે ક્યાંકથી લાકડી લઇ આવી પગમાં મારીને કહ્યું કે તને જાનથી ખતમ કરી દઇશ.
આમ કહીને મૌલિકે વિનીતાબહેનના હાથમાં પાંચ -સાચ બચકા ભરીને માર માર્યો હતો. આ સમયે સોસાયટી આસપાસના લોકો આવી જતા મામલો થાળે પાડ્યો હતો અને વિનીતાબહેને આ અંગે પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ મૌલિક અને જાહ્નવીબહેન વિરૂદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.