અભિનેતા શહીર શેખ પિતા બનીને સાતમા આસમાને છે

મુંબઈ, કુછ રંગ પ્યાર કે એસે ભીના એક્ટર શહીર શેખ અને પત્ની રૂચિકા કપૂરના ઘરે ૯ સપ્ટેમ્બરે પારણું બંધાયું છે. રૂચિકાએ ૯ સપ્ટેમ્બરે દીકરીને જન્મ આપ્યો છે. પિતા બન્યા બાદ શહીર શેખની ખુશી સાતમા આસમાને છે. પિતા બનવાની ખુશી વ્યક્ત કરતાં શહીરે જણાવ્યું, હું મારી દીકરીને જાેઈને અતિશય ખુશ છું અને દિવસમાં હું કેટલીવાર તેને તેડીને નિહાળ્યા કરું છું એની તો ગણતરી પણ શક્ય નથી. રૂચિકા અને અમારી દીકરી બંનેની તબિયત સારી છે અને બધું જ બરાબર થઈ રહ્યું છે. .
અમારા જીવનમાં આ નાનકડી પરીને પામીને અમે ખૂબ ખુશ છીએ. મહામારીના દરમિયાન રૂચિકા પ્રેગ્નેન્ટ હતી અને બાળકી પણ આ જ કોરોના કાળમાં જન્મી છે ત્યારે શહીર પરેશાન કે ચિંતાતુર હતો? આ સવાલનો જવાબ આપતાં તેણે કહ્યું, મહામારી શરૂ થઈ એ પહેલા પણ હું સ્વચ્છતાનો આગ્રહી હતો અને મારી આસપાસ ચોખ્ખાઈ રાખતો હતો. તો તમે વિચારી શકો છો કે હવે હું કેટલી ચીવટ અને કાળજી રાખતો હોઈશ! હવે જ્યાં સુધી વ્યક્તિ સંપૂર્ણપણે સેનિટાઈઝ ન થઈ જાય ત્યાં સુધી તેને ઘરમાં નથી આવવા દેતો.
રૂચિકાને પણ ખબર છે કે આ બાબતોમાં હું કેટલી ચોકસાઈ દાખવું છું એટલે જ તે મને કહે છે કે હું મારી પિતા તરીકેની જવાબદારીઓ સારી રીતે નિભાવી શકીશ. મારી મમ્મી કાશ્મીરથી અહીં આવેલી છે અને દાદા-દાદી બની ગયેલા મારા માતાપિતા હાલ સાતમા આસમાને છે. પિતા તરીકે હું મારા બાળકને કેવી રીતે ઉછેરીશ તેની મારી અલગ થિયરી છે. તમે જ્યારે પેરેન્ટ બનો છો ત્યારે આ બાબત તમારામાં સહજતાથી આવી જાય છે અને તમને અમુક વસ્તુ ચોક્કસ રીતે કરવી ગમે છે અને મેં પણ આના વિશે વિચાર્યું હતું.
હવે મેં વિચાર્યું છે તેમ થાય છે કે નહીં તે નસીબ પર છોડું છું. હું માનું છું કે દરેક વ્યક્તિને તેનો માર્ગ જાતે બનાવાનો અધિકાર હોય છે અને તેના અલગ સપનાં હોય છે અને મારા બાળક માટે પણ હું આ જ ઈચ્છું છું”, તેમ શહીરે કહ્યું. જણાવી દઈએ કે, શહીર શેખની પત્ની રૂચિકા એક પ્રોડક્શન હાઉસમાં ઊંચી પોસ્ટ ધરાવે છે. શહીર અને રૂચિકાએ ગત વર્ષે નવેમ્બર મહિનામાં કોર્ટ મેરેજ કર્યા હતા.SSS