રાયપુરમાં દિલ્હીની ફ્લાઈટ સાથે પક્ષી અથડાયું

પ્રતિકાત્મક
રાયપુર, દેશના છત્તીસગઢ રાજ્યમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં છત્તીસગઢની રાજધાની રાયપુરમાં હવાઈ મુસાફરી ખતરનાક થઈ રહી છે. ત્યારે આવો જ એક મામલો એર ઈન્ડીયાની રાયપુરથી દિલ્હી જવાવાળી ફ્લાઈટમાં મંગળવાર સવારે થયો હતો, એક મોટો અકસ્માત થતા થતા રહી ગયો છે. મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
આ ફ્લાઈટના ટેક ઓફ દરમ્યાન એક પક્ષી વિમાન સાથે અથડાયું હતું. પાયલટની સમજદારીના કારણે કોઈ મોટો અકસ્માત સર્જાયો નહી, અને વિમાનને રનવે પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવામાં સફળતા રહી હતી.
જેમકે એરપોર્ટ ઓથોરીટી અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારના રોજ રાયપુરમાં છત્તીસગઢના સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પર રવને પર ટેક ઓફ સમયે પક્ષીઓની વિમાન સાથે ટક્કરના કારણે દિલ્હી જવા વાળું વિમાન ઉડાણ ભરી શક્યું નહી.
મળતી માહિતી મુજબ એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર એઆઇસી ૪૬૯ રાયપુરથી ૧૭૯ પેસન્જર સાથે દિલ્હી માટે ઉડાણ ભરવાવાળું હતું. આ ઘટના સવારે ૧૦ વાગે સર્જાઈ હતી. આ ઘટના રનવે નંબર ૨૪ પર થયો હતો. પાયલોટે સમજદારી દાખવીને ફ્લાઈટને લેન્ડીંગ કરીને તમામ મુસાફરોને સુરક્ષિત બહાર નિકાળવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે પક્ષી સાથે અથડાયા પછી ફ્લાઈટને સુરક્ષિત રીતે લેન્ડીંગ કર્યા પછી ઈજનેરોની ટીમ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે કે ફ્લાઈટને કેટલું નુક્શાન પહોંચ્યુ છે. ફરીથી ઉડાણ ભરી શકે છે કે નહીં. રાયપુર વિમાનતલની પાસે પક્ષીઓના ઝુંડ અથડાયા હોય તેવી ઘટના વારંવાર થઈ ચૂકી છે.HS