Western Times News

Gujarati News

ડેલ્ટા વેરિયન્ટના ડઝનબંધ કેસ મળતાં ઝિયામેનમાં લોકડાઉન

બેજિંગ, ભારતમાં કોરોનાની અસર ઓસરી રહી છે, ત્યારે ચીને ૪૫ લાખની વસ્તી ધરાવતા પોતાના ફુજિયાન પ્રાંતના ઝિયામેન શહેરમાં લોકડાઉન લાદી દીધું છે. અહીં કોરોનાના ડેલ્ટા વેરિયંટના ડઝનબંધ કેસ મળી આવતા સત્તાધીશો દ્વારા સમગ્ર શહેરમાં જડબેસલાક લોકડાઉન લાગુ કરવાનો ર્નિણય લેવાયો છે. આ શહેર ઈલેક્ટ્રોનિક્સ આઈટમનું મેન્યુફેક્ચરિંગ હબ ગણાય છે. જેમાં દુનિયાની જાણીતી કંપનીના પ્લાન્ટ આવેલા છે. સોમવારે રાત્રે ઝિયામેનમાં લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. નિયમો અનુસાર, કોઈપણ વ્યક્તિને ખૂબ જ જરુરી કામ સિવાય બહાર નીકળવાની છૂટ નથી.

આ શહેર ટુરિઝમ માટે પણ જાણીતું છે. જાેકે, હાલ તો ત્યાં આવેલા સિનેમા, બાર, જિમ અને લાઈબ્રેરી સહિતના જાહેર સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે. શહેરની આસપાસના ગામોમાં પણ લોકાડાઉન કરી દેવાયું છે. તાજેતરના દિવસોમાં જ ફુજિયાન પ્રાંતમાં ૧૦૩ કેસ નોંધાયા છે જેમાંના મોટાભાગના ત્રણ શહેરોમાં સામે આવ્યા છે.

લોકલ સ્કૂલના સ્ટૂડન્ટ્‌સના રુટિન ટેસ્ટિંગ દરમિયાન બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ જણાતા સત્તાધીશો હરકતમાં આવ્યા હતા. કોન્ટેક્ટ ટ્રેસિંગમાં માલૂમ પડ્યું હતું કે બાળકોના પિતા ઓગસ્ટની શરુઆતમાં વિદેશ પ્રવાસેથી આવ્યા હતા. તેમના દ્વારા જ કોરોના સમગ્ર પ્રાંતમાં ફેલાયો હોવાનું પણ મનાઈ રહ્યું છે. આ પહેલા પણ થોડા સમય પહેલા જ ચીને કેટલાક શહેરોને લોકડાઉન કર્યા હતા.

ઝીરો કોવિડ સ્ટેટસ માટે ચીન તમામ પગલાં લઈ રહ્યું છે. જેના ભાગરુપે સ્થાનિક તંત્રને જરુર પડે તો લોકડાઉન લાગુ કરી દેવાની સત્તા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના સૌ પહેલા ૨૦૧૯માં ચીનના વુહાનમાં જ જાેવા મળ્યો હતો.

ચીનની નેશનલ હેલ્થ ટીમના એક્સપર્ટ્‌સના જણાવ્યા અનુસાર, ફુજિયાન પ્રાંતમાંથી છેલ્લા દોઢ મહિનામાં ત્રીસ હજાર જેટલા લોકો બહાર ગયા છે. જાેકે, હજુ સુધી બીજે ક્યાંય કોરોના જાેવા નથી મળ્યો. વળી, આગામી દિવસોમાં અહીં વધુ નવા કેસો મળે તેવી પણ પૂરી સંભાવના છે. આ બાબતને ધ્યાનમાં રાખતા આજથી જ ઝિયામેન શહેરમાં તમામ સ્કૂલો બંધ કરી દેવાઈ છે. શહેરમાંથી પબ્લિક બસોની અવરજવર પણ બંધ થઈ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં મોટાપાયે ટેસ્ટિંગ શરુ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં સમગ્ર શહેરના તમામ લોકોના ટેસ્ટ કરવા પણ આયોજન થઈ રહ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.