Western Times News

Gujarati News

અમદાવાદના કાપડના ૪૩ વેપારીના કરોડો રૂપિયા કોલકત્તામાં ફસાયા

મસ્કતિ કાપડ મહાજનની મધ્યસ્થીથી ખાસ રચાયેલી સીટને ફરીયાદ કરવામાં આવી

અમદાવાદ, અમદાવાદના કાપડના વેપારીઓ તમામ રાજય સહિત દુનિયાભરમાં કાપડનો વેપાર કરી રહયા છે. ઘણા વેપારીઓને -લાખો કરોડો રૂપિયાની ઉઘરાણીના પ્રશ્નો ઉભા થતા હોય છે. હાલ માત્ર કોલકત્તાના જ ૪૩ વેપારીઓ અમદાવાદ વેપારીઓના કરોડો રૂપિયાની ઉઘરાણી રોકી રાખી હોવાની ફરીયાદો સામે આવી છે. જેને પગલે મસ્કતી મહાજનની મધ્યસ્થીથી વેપારીઓની ફરીયાદ સીટ સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે.

મસ્કતિ કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતના જણાવ્યા મુજબ ભારતના જે શહેરના વેપારીઓ અમદાવાદના વેપારીઓને ઉઘરાણીના નાણાં ચુકવતા નથી તેમની સામે મહાજનની લવાદ કમીટી દ્વારા ખાસ પગલાં લેવામાં આવે છે. જે તે વેપારીને બ્લેક લિસ્ટ કરવાથી લઈને જે તે શહેરના વેપારી સંગઠન સમક્ષ પણ આ બાબતે લેખિતમાં ફરીયાદ કરવામાં આવતી હોય છે.

આટલું કરવા છતાં ઉઘરાણીનો નિકાલ ન આવે તો વેપારીઓ માટે ખાસ રચાયેલી સીટના અધિકારીઓને ફરીયાદ ફોરવર્ડ કરવામાં આવતી હોય છે. થોડા સમય પહેલાં જ દિલ્હીના વેપારી સામે સીટ દ્વારા કાર્યવાહી કરવામાં આવતાં અમદાવાદના વેપારીની ઉઘરાણીનો નિકાલ થઈ ગયો હતો. હવે અમદાવાદના વેપારીઓને ઉઘરાણીના નાણાં નહીં ચુકવતા કોલકત્તાના ૪૩ વેપારીઓની ફાઈલ તૈયાર કરી સીટને સોંપવામાં આવી રહી છે.

પોલીસને કામગીરીથી વેપારીઓની ઉઘરાણી નીકળી જતી હોય છે. આ મુદ્દે માહીતી આપતાં મહાજનના હોદેદારોએ જણાવ્યું હતું કે વારંવાર તમામ વેપારીઓને તાકીદ કરવામાં આવી રહી છે કે તેઓ મહાજનના ચોપડે નોધાયેલા બ્રોકર કે સબબ્રોકર સાથે જ વેપાર કરે.

સાથે સાથે જાે બ્રોકર જે તે ઉઘરાણીના મુદે મદદ કરે નહી તો તેની રજુઆત મહાજનની લવાદ કમીટી સમક્ષ કરવી જાેઈએ. આવા બ્રોકરો સામે પણ મહાજન ચોકકસ પગલાં લેશે. જાે કોઈ બ્રોકરને પણ વેપારી સમક્ષ ફરીયાદ હોય તો તે પણ મહાજન સમક્ષ પોતાની રજૂઆત કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.