અભિનેત્રી કવિતા કૌશિક મમ્મી બનવા નથી માગતી
મુંબઈ, લાંબા સમયના ગેપ બાદ લક્ષ્મી ઘર આઈથી કમબેક કરનારી ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિકે જણાવ્યું છે કે, તે શો તેમજ તેના પાત્રને લઈને ખૂબ ઉત્સાહિત છે. તે કેમિયો રોલ છે, જે થોડા સમય માટે રહેવાનો છે. શોમાં હું જે બક્ષા માસીનું પાત્ર ભજવી રહી છું તે સામાન્ય ભૂમિકાઓથી એકદમ અલગ છે, જે મેં ભૂતકાળમાં ભજવી હતી અથવા મને ઓફર કરવામાં આવી હતી.
એફઆઈઆર બાદ મેં ઘણી પંજાબી ફિલ્મો કરી અને મને તે કરીને ખૂબ મજા આવી હતી કારણ કે એફઆઈઆરમા વર્ષો સુધી પોલીસની ભૂમિકા ભજવ્યા બાદ હું મહિલા જેવું અનુભવવા માગતી હતી. પરંતુ હા, એક બાબત ચોક્કસ છે કે, મેં ફિલ્મો અને વેબ સીરિઝ કરી પરંતુ ટેલિવિઝન જે પ્રકારનું અટેન્શન આપે છે તે અન્ય મીડિયમ એક્ટર્સને આપી શકતું નથી, તેમ એક્ટ્રેસે જણાવ્યું હતું.
બિગ બોસની ગત સીઝનમાં કવિતા કૌશિકની જર્ની એટલી સારી રહી નહોતી કારણ તે ઘણા ઘરવાળા સાથે તેના ઝઘડા થયા હતા. શોનો ભાગ બનીને શું તને પસ્તાવો છે તેમ પૂછતાં તેણે કહ્યું હતું કે અન્ય લોકો માટે ઘરની અંદર રહેવું સારું હોઈ શકે છે પરંતુ મારા માટે ભૂખ્યા રહેવું અને પૂરતી ઊંઘ ન થવી તે મારા ખરાબ વ્યક્તિત્વને બહાર કાઢે છે. તે મારા અંદર રહેલા પ્રાણીને જગાડે છે. તેથી, મારા માટે એક શીખનારો અનુભવ રહ્યો.
એફઆઈઆરની અન્ય સીઝન આવવાની શક્યતા વિશે પૂછતાં તેણે કહ્યું એફઆઈઆરની બીજી સીઝન આવશે તો પણ તે કરવામાં મને વાંધો નથી. બીજી સીઝન આવવાની વાતો થઈ હતી પરંતુ કામ આગળ વધ્યું નહીં. દરેક થોડા મહિને અમે શોના પરત ફરવાની વાતો કરીએ છીએ પરંતુ ટીમ અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. ખાસ કરીને ડિરેક્શન ટીમ પાસે અન્ય પ્રોજેક્ટ છે’, તેમ તેણે જણાવ્યું. સાસુ-વહુની સીરિયલની ઓફર મળે તો શું તું કરવા તૈયાર થઈશ? તેવા સવાલના જવાબમાં એક્ટ્રેસે કહ્યું ‘હું ભારે જ્વેલરી પહેરીને મુંબઈની ગરમીમાં શૂટિંગ કરવાના વિરુદ્ધમાં છું. મેં તે ઉંમર પાર કરી દીધી છે.
ઉંમર સિવાય મને હવે તેવા શો કરવાની ભૂખ નથી. જે કલાકારો આવા શો કરે છે તેમને મારી સલામ છે. હું વધુમાં વધુ ૧૦થી ૧૨ દિવસ શૂટિંગ કરી શકું છું અથવા શોમાં કેમિયો કરી શકું છું. વધુમાં મને એફઆઈઆરની વધુ સીઝન કરવામાં કોઈ વાંધો નથી.SSS