ખેડા જિલ્લામાં ન્યુડ ફોટો અને વિડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેક મેલીંગના કિસ્સા ચિંતાનું કારણ બન્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Cyber.jpg)
(પ્રતિનિધિ)નડિયાદ, ખેડા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઈમના ગુનાઓને વધતા જાય છે ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી સક્રિય બનેલી આ સાયબર ક્રાઈમના ગુના આચરતી ટોળકી માં સામેલ યુવતી ઓ સોશ્યલ મીડિયાના માધ્યમથી શિકાર શોધી તેમને ફસાવી રૂપિયા પડવા માટે કામે લાગી ગઈ છે સંખ્યાબંધ લોકો આ ટોળકીના હાથે ઠગાયા છે પરંતુ ચોર ની મા કોઠી માં તેવો ઘાટ સર્જાયો છે પોતાની આબરુના ધજાગરા ના થાય તે માટે તેઓ આ બાબતે પોલીસમાં ફરિયાદ આપતા પાછા પડી રહ્યા છે જોકે આવા કિસ્સા માં રૂપિયા આપવા કે નહિ તેવી સલાહ માટે મહિને દસ બાર લોકો પોલીસ પાસે જતા હોવાનું જાણવા મળે છે
આજે કોઈ યુવાન એવો ભાગ્યે જ હશે કે જેનું ફેસબુક કે સોશિયલ સાઇટ પર એકાઉન્ટ નહી હોય. તમને જાણીને નવાઈ લાગશે કે ગુનેગારો હવે આવી સાઈટ મારફતે તમારા સુધી પહોંચી તમને બરબાદ કરી નાખે છે.
ખાસ કરીને યુવાન-યુવતીઓને ચેતવું જરૂરી બન્યું છે. ખેડા જિલ્લામાં ન્યુડ ફોટો અને વિડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેક મેલીંગ કરતાં કિસ્સાઓમાં એકાએક ઘરખમ વધારો થયો છે. પહેલા સોશ્યલ મીડિયા મારફતે ચેટ કરી ફોસલાવી ઓનલાઇન સેક્સની માંગ કરી અને તે બાદ વિડિયો કે ફોટો કેપ્ચર કરી બ્લેક મેલીંગના બનાવો વધી રહ્યા છે. જેમાં મોટેભાગે યુવાનો વધારે ભોગ બની રહ્યા છે.
ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ન્યુડ ફોટો અને વિડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેક મેલીંગ કરતી ટોળકી સક્રિય બની હોવાની ફરિયાદો ઉઠી છે. આંતરરાજ્ય ટોળકી પહેલા ફેસબુક કે સોશિયલ સાઇટ પર તમારી સાથે મિત્રતા કેળવે તે બાદ ચેટ કરી તમારી ઈચ્છા મુજબ ઓનલાઇન વિડિયો કોલીંગ દ્વારા સેક્સની માંગણી કરે જે મનસૂબો પાર પડતાની સાથે જ આ ટોળકી વિડિયો સ્ક્રીન રેકોર્ડ દ્વારા તમામ અશ્લીલ હરકતો સૂટ કરી બીજી જ મીનીટે સામે વાળી વ્યક્તિને બ્લેક મેલીંગ કરી નાણાં ખંખેરતી હોય છે.
અને જો ભોગ બનનાર તેની નાણાંકીય વાત ન સંતોષે તો આ ન્યુડ વિડિયો અને ફોટાને વાયરલ કરવાની ધમકી આપે છે. તો વળી કેટલાક કિસ્સાઓમાં તો ભોગ બનનારના મ્યુચ્યુઅલ ફ્રેન્ડના ઈન બોક્સ સુધી વાયરલ કરતાં સ્થાનિક લેવલે પણ ઘર્ષણ થતું હોય છે.
ખેડા જિલ્લામાં આવા બનાવો વ્યાપક પ્રમાણમાં વધ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. આવા બનાવોમાં મોટે ભાગે યુવાનો વધારે ભોગ બની રહ્યા છે. સામે યુવતીઓ હોવાથી આકર્ષાઈને આ બ્લેક મેલીંગનો શિકાર બને છે. ખેડા સાયબર સેલમાં આ બાબતે અરજીઓ થઈ નથી પરંતુ આવા કિસ્સા માં રૂપિયા સામે વાળા ને આપવા કે નહિ તેવી સલાહ માટે ઘણા ભોગ બનનાર પોલીસ નો ચૂપકે ચૂપકે સપક કરતા હોવા નું જાણવા મળે છે.