રેસ્ટોરન્ટમાં ૧૪૦૦૦ના બિલ પર ૩.૫ લાખની ટીપ

નવી દિલ્હી, હોટલમાં જમવા જતા લોકોમાંથી ઘણા સારી સર્વિસ બદલ વેઈટરને ટીપ આપતા હોય છે. જાેકે ટીપ આપવાના મામલામાં પે પલ કંપનીના પૂર્વ વાઈસ પ્રેસિડેન્ટ જેક સેલ્બીએ ફરી એક વખત રેકોર્ડ સર્જયો છે. રેસ્ટોરન્ટમાં ભોજન કરવા માટે ગયેલા જેક સેલ્બીએ ૧૯૪ ડોલરના એટલે કે લગભગ ૧૪૦૦૦ રૂપિયાના બીલ પર પાંચ હજાર ડોલર એટલે કે સાડા ત્રણ લાખ રૂપિયા જેટલી ટીપ આપી છે.
આ પહેલા ૨૦૧૩ અને ૨૦૧૫માં પણ જેક સેલ્બીએ આટલી જ રકમની ટીપ વેઈટરને આપી હતી. હવે ફરી તેમણે ૫૦૦૦ ડોલરની ટીપ આપી છે.જે રેસ્ટોરન્ટમાં તેમણે ભોજન કર્યુ હતુ તે રેસ્ટરોન્ટના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિલ અને ટીપની રકમની તસવીર પોસ્ટ કરવામાં આવી છે. રેસ્ટોરન્ટ મેનેજમેન્ટે આટલી મોટી રકમની ટીપ આપવા બદલ જેક સેલ્બીનો આભાર પણ માન્યો છે.
રેસ્ટોરન્ટે સેલ્બીનો આભાર માનતા કહ્યુ હતુ કે, અમને કેટલાક વર્ષોથી આ પ્રકારની ટીપ મળતી રહી છે અ્ને ગઈકાલે રાત્રે ફરી આવુ થયુ હતુ. અમારા સ્ટાફ તરફથી સેલ્બીનો ધન્યવાદ. આશા રાખીએ છે કે, ભવિષ્યમાં તેમનુ અને તેમના પરિવારનુ સ્વાગત ફરી કરીશું.SSS