જોઈન્ટ રીપ્લેસમેન્ટની સર્જરી બાદ સતત દુખાવાથી કંટાળી મહિલાની આત્મહત્યા
(પ્રતિનિધિ) અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાન્ય નાગરિકો માટે એક પછી એક મહત્વપૂર્ણ યોજનાઓ જાહેર કરી છે જેમાં મેડિકલ વીમા માટે પણ જાેઈન્ટ રીપ્લેસમેન્ટની સર્જરીમાં સહાય આપવામાં આવી રહી છે શહેરના નિકોલ વિસ્તારમાં એક આધેડ મહિલાએ જાેઈન્ટ રીપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવ્યું હતું પરંતુ ઓપરેશન બાદ દુઃખાવો રહેતા તેનાથી કંટાળીને મહિલાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા સનસનાટી મચી ગઈ છે આ ઉપરાંત શહેરના મજુર ગામ વિસ્તારમાં પણ એક ૧૮ વર્ષીય કિશોરીએ અગમ્ય કારણોસર આપઘાત કરતા સ્થાનિક નાગરિકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
આ અંગેની વિગત એવી છે કે ઉંમરની સાથે સાથે પગ ના ઘુંટણનો દુઃખાવો શરૂ થતો હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી જાઈન્ટ રીપ્લેસમેન્ટની સર્જરી શરૂ થતાં અનેક આધેડ અને વૃધ્ધો આ ઓપરેશન કરાવવા લાગ્યા છે શહેરના નિકોલ વિસ્તારમાં કૃષ્ણકુંજ એપાર્ટમેન્ટમાં રહેતા મધુબેન કાંતિભાઈ પટેલ પણ ગોઠણના દુઃખાવાથી કંટાળી જાઈન્ટ રીપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવ્યું હતું ઓપરેશન કરાવ્યા બાદ રાહત અનુભવાશે તેવુ તેઓ માનતા હતા
પરંતુ ઓપરેશન કરાવ્યા બાદ તેઓને સતત દુઃખાવો રહેતો હતો જેના પરિણામે તેઓ કંટાળી ગયા હતા આખરે ગઈકાલે બપોરના સમયે પોતાના ઘરમાં જ ઝેરી દવા પી લેતા તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું નિકોલ પોલીસે આ અંગે વધુ તપાસી હાથ ધરી છે.