જમજીર ધોધ ઉપર સેલ્ફીના ચક્કરમાં અનેકે જીવ ગુમાવ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Jamjir-1024x768.jpg)
ગીરસોમનાથ, સૌરાષ્ટ્રમાં મેઘમહેરના બદલે મેઘ કહેર જાેવા મળી રહ્યો છે સાંબેલાધાર વરસાદના કારણે અનેક નદીઓ બે કાઠે વહી રહી છે. નાઘેરના ગીરસોમનાથમાં ભારે વરસાદ બાદ શિંગવડો નદી બે કાંઠે વહી રહી છે. જાેકે, આ વરસાદ બાદ શિંગવડો નદીના પટમાં આવેલો ગીરની આંખોનો તારો એટલે કે જમજીર ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.
જાેકે, દૃશ્યોમાં સુંદર દેખાતો આ ધોધ મોતના ધોધ તરીકે પણ ઓળખાય છે. જમજીર ધોધમાં હાલમાં જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
જમજીરને મોતના ધોધ તરીકે એટલા માટે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ ધોધમાં ફોટો પડાવવાના અને સેલ્ફી લેવાના ચક્કરમાં અનેક હતભાગીઓએ જીવ ગુમાવ્યા છે. લોક વાયકા મુજબ આ ધોધનું કોઈ તળિયું જ નથી અને આજદિન સુધી આ ધોધમાં પાણી સૂકાયું નથી. ગીરસોમનાથના ગીર નેશનલ પાર્કની જામવાળા ચેકપોસ્ટ પાસે આવેલા આ ધોધ પર સામાન્ય દિવસોમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. જાેકે, અહીંયા જવું જાેખમી છે.
ઉબડખાબડ નદીના પટમાં શેવાળના કારણે અનેક લોકો લપસી અને આ ધોધમાં કાળનો કોળિયો બની ગયા છે. ખાસ કરીને આ મોસમમાં અહીંયા જવું એ મોતને નોતરવા જેવું છે. અહીંયા અનેકલોકોના જીવ ગયા હોવાથી ત્યાં જવા પર ચોમાસામાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ધોધ ગીરસોમનાથનો અતિ ચર્ચાસ્પદ ધોધ છે.
જાેકે, ગીર નેશનલ પાર્ક અને દીવ ફરવા આવતા અનેક પ્રવાસીઓ અહીંયા ઉમટી પડતા હોવાથી આ પ્રવાસનનું મોટું સ્થળ છે. ધોધ પર આવતા પ્રવાસીઓના લીધે જામવાળા અને આસપાસના વિસ્તારના લોકોની રોજીરોટી ર્નિભર રહે છે. ચોમાસું હળવું થયા બાદ જામવાળાના જમદગની આશ્રમ પાસેથી ચાલીને આ ધોધ સુધી જઈ શકાય છે. જ્યારે કોઈ પણ પ્રવાસીઓ આ ધોધ પાસે જાય ત્યારે ચોક્કસ તકેદારી રાખે કે તે આ નદીમાં નહાય નહીં અને ધોધની નજીક ન જાય, નહીંતર જીવ ગુમાવવાનો વારો આવી શકે છે. જાેકે, હાલમાં તો ‘મોતનો ધોધ’ ખૂબ સુંદર લાગી રહ્યો છે. જાેકે, આ સુંદરતાની નજીક જવામાં જાેખમ છે.SSS