નૌસેના ટીમે પાણીમાં ફસાયેલી કારને બચાવવા માટે 10 કલાક સુધી ઓપરેશન હાથ ધર્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/navy-2.jpeg)
નૌસેનાની બચાવ ટીમોએ ગુજરાતમાં રાહત ઓપરેશન્સ દરમિયાન ડાઇવિંગ સહાયતા પહોંચાડી
અમદાવાદ, રાજકોટમાં છાપરા નજીક ડોંડી ડેમ ખાતે ડાઇવિંગ સહાયતા પૂરી પાડવા માટે નાગરિક પ્રશાસન પાસેથી પ્રાપ્ત થયેલી વિનંતીના પગલે, INS સરદાર પટેલમાંથી નૌસેનાની ડાઇવિંગ ટીમને 13 સપ્ટેમ્બર 2021ના રોજ નિયુક્ત કરવામાં આવી છે.
નૌસેનાની આ ટીમને 13 સપ્ટેમ્બર 2021ના રોજ અવિરત વરસાદ અને પૂરના કારણે ડેમના પુલ નજીક પાણીમાં ડુબી રહેલી કારને બહાર કાઢવા અને તેમાં સવાર બે વ્યક્તિઓને બચાવવવા માટે કહેવામાં આવ્યું હતું.
સ્થાનિક સત્તાધીશોની મદદથી, નૌસેના ડાઇવિંગ ટીમે પાણીમાં ફસાયેલી કારને બચાવવા માટે 10 કલાક સુધી ડાઇવિંગ ઓપરેશન હાથ ધર્યું હતું અને એક મુસાફરનો મૃતદેહ પ્રાપ્ત થયો હતો. અન્ય એક લાપતા મુસાફરની શોધખોળ 15 સપ્ટેમ્બર 2021ના રોજ પણ ચાલુ રાખવામાં આવી હતી.