PSI બનવા ફિઝિકલ પ્રેકટિક્સ કરતા યુવકનું હૃદય બેસી જતા મોત
રાજકોટ, રાજકોટ માં વહેલી સવારે રેસકોર્સ ગ્રાઉન્ડ પર પીએસઆઇ બનવા ફિઝિકલ પ્રેકટિક્સ કરતા ૨૪ વર્ષીય ભાવેશ મકવાણાનું રનિંગ દરમિયાન હૃદય બેસી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પીએસઆઇ ની ભરતીમાં ૨૫ મિનિટમાં ૫ કિ.મી.માં દોડ પુરી કરવા માટે ભાવેશ તૈયારી કરતો હતો પરંતુ પીએસઆઇ બને તે પહેલા જ તેને કાળ ભરખી ગયો હતો. મૃતકના પરિવારને આ બનાવની જાણ થતાં પરિવારમાં શોકનું મોજ ફરી વળ્યું હતું.
શહેરના પોપટપરા વિસ્તારમાં રહેતા અને પીએસઆઇની બનવાની તૈયારી કરતા ભાવેશનો મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેના ૧૦૦થી વધુ મિત્રો ઉમટી પડ્યા હતા. મિત્રોના મતે ભાવેશ દરરોજ ફિઝિકલ પ્રેકટિક્સ કરવા માટે રેસકોર્સ ગ્રાઉન્ડ પર જતો હતો. અને ઓછી મિનિટોમાં વધુ રાઉન્ડ પુર્ણ કરવા માટે ભાવેશ વધુ સ્પીડમાં રનિંગ કરતો હતો.
આ દુઃખદ ઘટનાની જાણ થતા પરિવારજનો પણ સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા અને કલ્પાંત ભર્યા દ્રશ્યો સર્જાયા હતા.ઉલ્લેખનીય છે કે આજથી ૨ વર્ષે પૂર્વે આ જ રીતે જૂનાગઢમાં બિલખા રોડ પર આવેલી રાષ્ટ્રવિર છેલભાઇ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે પીએસઆઇની તાલીમ લઇ રહેલ મૂળ નડીયાદનાં વતની એવા યુવાનનું પણ મહાનગર પાલિકા સંચાલીત સ્વીમીંગ પૂલમાં તરવાની તાલીમ દરમ્યાન ડૂબી જવાથી મોત થયું હતું.HS