“કબીર સિંહ”નું વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર 29 સપ્ટેમ્બરના રોજ સોની મેક્સ પર
મુંબઈ, પ્રેમમાં દિલ તૂટી જવાનું પરિણામ ખરાબ હોય છે જે જીવનભર અસર બનાવી રાખી શકે છે. “કબીર સિંહ” આનું એક સારું ઉદાહરણ છે. બોલીવુડની આ વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મોમાંથી એક આ ફિલ્મ હવે સોની મેક્સના દર્શકોના દિલ જીતવા જઈ રહી છે. આનું વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર 29 સપ્ટેમ્બર, 2019ના રોજ બપોરે 12-00 કલાકથી થશે.
બોલીવુડના ખૂબ જ લોકપ્રિય અભિનેતાઓમાંથી એક શાહિદ કપૂર આ ફિલ્મની મુખ્ય ભૂમિકામાં છે. તેમની સાથે નાયિકા છે કિયારા અડવાણી. “કબીર સિંહ” આ વર્ષની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મોમાં સામેલ છે. આમ કબીર અને પ્રીતિની લવ સ્ટોરી ખૂબ રોચક અંદાજમાં કહેવામાં આવી છે. આમની પ્રેમ- કહાનીમાં ઘણાં વળાંકો, ઘણાં ઉતાર- ચઢાવ આવે છે. આની વાર્તા લખી છે સંદીપ રેડ્ડી એ તથા ગીત અને તેમણે જ ફિલ્મનું ડાયરેક્શન પણ કર્યું છે.
“કબીર સિંહ” તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની રીમેક છે જેમાં રફ રિલેશનશિપના કારણે એક યુવકમાં ઉપજેલી આક્ર્મકતાને દર્શાવવામાં આવી છે. “કબીર સિંહ”માં દિલ્લી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસના હાઉસ સર્જન કબીર સિંહ (શાહિદ કપૂર) અને ફર્સ્ટ યરમાં ભણનારી સ્ટુડન્ટ પ્રીતિ (કિયારા અડવાણી) વચ્ચે પ્રેમ શરૂ થાય છે. થોડાં વર્ષોમાં આ પ્રેમ જવાન થઇ જાય છે પરંતુ પ્રીતિના પિતા (અનુરાગ અરોરા) આ રિલેશનશિપના વિરુદ્ધ છે. તેઓ પ્રીતિના લગ્ન જબરદસ્તી કોઈ અન્ય યુવક સાથે કરાવી દે છે. આનાથી ઉદ્ભવેલી નિરાશાના કારણે કબીર સિંહ દારૂ અને ડ્રગ્સમાં ડુબવા લાગે છે જેનાથી તેનું કરિયર, તેનો પ્રેમ અને અહીં સુધી કે જિંદગી બરબાદ થઈ જવાની નોબત આવે છે.