નેલ્કોના શેરે મે મહિનાથી અત્યાર સુધી કેટલી કમાણી કરાવી આપી જાણો છો
મુંબઈ, ૧૧૬ અબજ ડૉલરનું બિઝનેસ સામ્રાજ્ય ધરાવતા ટાટા સમૂહની Nelcoનો શેર મે મહિનાથી અત્યારસુધી મલ્ટીબેગર જાેવા મળ્યો છે. Nelco પોતાના ક્લાયન્ટ્સને વી સેટની સેવા આપે છે. મેથી અત્યારસુધી આ શેરમાં ૧૬૮%ની તેજી જાેવા મળી છે. આ સમયગાળા દરમિયાન BSE smallCap ઇન્ડેક્સે ફક્ત ૨૯ ટકા વળતર આપ્યું છે.
આ શેરમાં તાજેતરમાં આવેલી રેલી આશરે એક વર્ષના કોન્સોલીડેશન પછી શરૂ થઈ છે. ૧૬ સપ્ટેમ્બરના રોજ એનએસઈ પર આ શેર ૫૩૪.૦૦ રૂપિયા પર બંધ રહ્યો હતો.
ગઈકાલે આ શેર ૫.૦૫ રૂપિયા તૂટ્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે આ શેરમાં ટૂંકા ગાળામાં ૬૩૦ રૂપિયાનું લેવલ જાેવા મળી શકે છે. જાેકે, સાથે રોકાણકારો એવું પણ કહી રહ્યા છે કે આ શેરમાં હાલની કિંમત પર એન્ટ્રી કરવી યોગ્ય નથી. કારણ કે મે મહિના સુધી આ શેરમાં જાેરદાર તેજી આવી ચૂકી છે. SSJ Finance & Securitiesના આતિશ મતવાલાનું કહેવું છે કે આ કંપનીન ડિજિટલ ઇન્ડિયા અભિયાનનો મહત્ત્વનો હિસ્સો હશે. જેનો ફાયદો આગાળ પણ મળશે. આ શેરમાં ખૂબ જ તેજી આવી ગઈ છે.
આથી તેમાંથી અડધો નફો વસૂલી લેવાની સલાહ આપવામાં આવે છે. GEPL Capitalનું કહેવું છે કે ૨૦૨૦માં આ શેરમાં મોડેથી ગતિ આવતી જાેવા મળી હતી. ૧૭૫-૨૪૦ રૂપિયા વચ્ચે તેમાં લાંબા કોન્સોલીડેશન જાેવા મળ્યું હતું. ભારે વોલ્યૂમ સાથે જૂન ૨૦૨૧માં આ રેન્જ તૂટતી જાેવા મળી હતી. આપણને આ શેરમાં ૪૦૦ રૂપિયાની તેજીનો પ્રથમ તબક્કો જાેવા મળ્યો હતો. હવે આ શેરમાં ૬૩૦ રૂપિયા સુધી તેજી જાેવા મળી શકે છે. Choice Brokingના સચિન ગુપ્તાનું માનીએ તો સારા વોલ્યૂમ સાથે આ શેર તેજી તરફ જતો નજરે પડી રહ્યો છે.
ટૂંકા ગાળામાં આ શેરમાં ખૂબ સારી તેજી જાેવા મળી શકે છે. આ શેર આપણને નજીકના સમયગાળામાં ૫૯૦-૬૧૦ રૂપિયા સુધી જતો જાેવા મળી શકે છે. આ શેરનું નીચેનો સપોર્ટ ૪૯૦ રૂપિયા નજરે પડી રહ્યો છે.
SSJ Finance & Securitiesના વિરલ છેડાનું કહેવું છે કે હાલના સ્તર પર આ શેરમા રોકાણ કરવાથી બચવું જાેઈએ. જાે કિંમત ઘટે છે તો ૪૦૦-૪૫૦ રૂપિયા આસપાસ આ શેરમાં એકથી બે વર્ષની મુદ્દત માટે ૬૦૦-૭૦૦ રૂપિયાના લક્ષ્ય સાથે રોકાણ કરો. ૩૫૦ રૂપિયાની આસપાસ આ શેર માટે સપોર્ટ નજરે પડે છે. જાે આ લેવલથી તૂટ્યો તો ૨૫૦ રૂપિયા સુધી જઈ શકે છે.SSS