Into The Wildમાં બેયર ગ્રિલ્સની સાથે વિકી જોવા મળશે
મુંબઈ, વિક્કી કૌશલ શોની નવી સિઝનમાં જાેવા મળશે. આ એપિસોડનું શૂટિંગ માલદીવમાં કરવામાં આવશે. ડિસ્કવરી ચેનલમાં વિશ્વભરમાં લોકપ્રિય ટીવી શો ઈન્ટૂ ધ વાઈલ્ડ વિદ બેયર ગ્રિલ્સમાં રજનીકાંત અને અક્ષય કુમાર જેવા સુપરસ્ટાર્સ દેખાઈ ચૂક્યા છે. આ બંને અભિનેતાના એપિસોડને ખુબ જ પસંદ કરવામાં આવ્યો અને ચેનલને જબરજસ્ત TRP મળી. ત્યારે હવે બોલીવુડના અમુક નવા મહેમાનો આ શોમાં દેખાવાના છે.
બોલીવુડ એક્ટર વિક્કી કૌશલ ટૂંક સમયમાં આ સર્વાઈવલ શોમાં દેખાશે. વિક્કી કૌશલની પર્સનાલિટી ખુબ જ વાઈલ્ડ છે અને તેમને છેલ્લા અમુક વર્ષોમાં ખુદને વધુ ઈવોલ્વ કર્યા છે. શોમાં તેમના એપિસોડની લોકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. થોડા દિવસ પહેલાં એવી પણ ચર્ચા હતી કે, અજય દેવગણ આ શોમાં જાેવા મળશે. ત્યારે હવે વિક્કી કૌશલનું નામ સામે આવ્યું છે.
વિક્કી કૌશલ શોના નવી સિઝનમાં જાેવા મળશે. આ શોની શૂટિંગની જાે વાત કરીએ તો, આ એપિસોડને માલદીવમાં શૂટ કરવામાં આવશે. જાે કે, મહત્વની વાત એ છે કે, વિક્કી કૌશલને હાઈડ્રોફોબિયા છે અને તેમને ઉંડા પાણીમાં જતાં ડર લાગે છે.
એવામાં વિક્કી કૌશલ સમુદ્રમાં જશે કે નહીં તે સવાલ છે. જાણકારી મુજબ, વિક્કી કૌશલ આ શોની શૂટિંગ માટે આજે સવારે રવાના થઈ ગયા. જ્યાં સુધી શોના પ્રસારણની વાત છે તો દર્શકો પહેલાં ડિસ્કવરી પ્લસ એલ્પિકેશન પર જાેઈ શકશે અને તે પછી તેઓ આ શોની ચેનલ પર એપિસોડ જાેઈ શકશે.SSS