Western Times News

Gujarati News

કોહલીને છેલ્લા કેટલાક સમયથી ડ્રેસિંગ ફોર્મમાં સંપૂર્ણ ટેકો મળ્યો નથી

નવીદિલ્હી, ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનો સમય સારો નથી. લાંબા સમય સુધી ભારતીય ટીમનું નેતૃત્વ કર્યા બાદ ્‌૨૦ની કેપ્ટનશીપ છોડવાનો ર્નિણય કોહલી માટે સરળ રહેશે નહીં. પરંતુ કદાચ વિરાટે કેપ્ટનશીપમાંથી હટાવવાના ડરને કારણે આ પગલું ભર્યું છે. એટલું જ નહીં, હવે ટી-૨૦ બાદ મામલો વનડેની કેપ્ટનશીપ પર આવી ગયો છે. હા, કિંગ કોહલીના પતનના દિવસો શરૂ થઈ ગયા છે. દરમિયાન, બીસીસીઆઈના એક સૂત્રએ વિરાટ કોહલીની કેપ્ટનશિપ અંગે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું, “કોહલીને છેલ્લા કેટલાક સમયથી ડ્રેસિંગ ફોર્મમાં સંપૂર્ણ ટેકો મળ્યો નથી. જેઓ તેને નજીકથી જુએ છે તેઓ માને છે કે તેમની કાર્યશૈલીમાં કોઈ સુગમતા નથી. ભારતે ભલે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીમાં ૨-૧ની લીડ મેળવી લીધી હોય, પરંતુ વિશ્વના નંબર વન ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ન રમવાનો ર્નિણય સવાલો ઉભા કરે છે.

ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ટેસ્ટ પહેલાં તેને સંપૂર્ણ ટેકો મળ્યો હતો, પરંતુ જ્યારે ભારત તે મેચમાં ૩૬ રનમાં ઓલઆઉટ થઈ ગયું ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ અને કોહલી રજા પર ગયો. કોઈએ ખુલ્લેઆમ કહ્યું નહીં પરંતુ જ્યારે ભારત તેની શ્રેષ્ઠ ટીમ સાથે રમ્યું અને તે ઓસ્ટ્રેલિયાથી પાછળ પડી ગયું, ત્યારે ખેલાડીઓનું મનોબળ નીચું હતું. પરંતુ ખેલાડીઓ વધુ એકતા અનુભવી રહ્યા હતા.

જ્યારે કોહલી ઈંગ્લેન્ડ સામેની ઘરઆંગણાની શ્રેણી માટે ટીમમાં જાેડાયો હતો, ત્યારે તે જાણતો હતો કે યુવા ખેલાડીઓએ તેમના વ્યક્તિગત પ્રદર્શનથી છાપ ઉભી કરી હતી.

એક ભૂતપૂર્વ ખેલાડીએ અનૌપચારિક વાતચીત દરમિયાન કહ્યું હતું કે, ‘વિરાટ સાથે સમસ્યા વિશે વાતચીત કરી છે. મહેન્દ્ર સિંહ ધોનીના કેસમાં, તેમનો રૂમ ૨૪ કલાક ખુલ્લો હતો અને ખેલાડી અંદર જઈ શકતા હતા, વિડીયો ગેમ્સ રમી શકતા હતા, તેમના રૂમમાં જઈને જમી શકતા હતા અને ક્રિકેટરો ક્રિકેટ વિશે ધોની સાથે ગમે ત્યારે કોઈપણ મૂંજવણ હોય તો ખુલ્લાં મને વાત કરી શકતા હતા.

જ્યારે ‘મેદાનની બહાર કોહલીનો સંપર્ક કરવો ખૂબ જ મુશ્કેલ છે’. ભૂતપૂર્વ ક્રિકેટરે કહ્યું, ‘રોહિતમાં ધોનીની ઝલક છે પરંતુ અલગ રીતે. તે જુનિયર ખેલાડીઓને રાત્રિ ભોજનમાં લઈ જાય છે, જ્યારે તેઓ હતાશ હોય ત્યારે તેમને પીઠ પણ થપથપાવે છે.

ભૂતપૂર્વ ખેલાડીએ કહ્યું, ‘જ્યાં સુધી જુનિયર ખેલાડીઓની વાત છે, કોહલી સામે સૌથી મોટી ફરિયાદ એ છે કે તે મુશ્કેલ સમયમાં તેમને અધવચ્ચે છોડી દે છે.

અન્ય એક ક્રિકેટરે કહ્યું, ‘કુલદીપ યાદવ ઓસ્ટ્રેલિયામાં પાંચ વિકેટ બાદ યોજનામાંથી બહાર ગયો. પંત જ્યારે ફોર્મમાં ન હતો ત્યારે પણ આવું જ થયું હતું. વરિષ્ઠ બોલર ઉમેશ યાદવ, જે ભારતીય પીચો પર નક્કર પ્રદર્શન કરી રહ્યો છે, તેને ક્યારેય જવાબ મળ્યો નથી કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ ઘાયલ ન થાય ત્યાં સુધી તેના નામ પર શા માટે વિચાર કરવામાં આવતો નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.