દાળ, ડુંગળી અને ટામેટા લોકોને સીધી રીતે વેચાશે
નવી દિલ્હી : સરકાર હવે ગ્રાહકોને ઘેર બેઠા સસ્તી કિંમતોમાં દાળ, ડુંગળી અને ટામેટા વેચવા માટેની યોજના બનાવી રહી છે. ઉપભોક્તા મામલાના મંત્રાલય, નાફેડ અને અન્ય જાહેર ક્ષેત્રની કંપનીઓની સાથે મળીને આયોજના પર કામ ચાલી રહ્યુ છે. સરકાર જુદા જુદા વિભાગો સાથે આ મુદ્દા પર કામ કરી રહી છે જેથી આગામી દિવસોમાં સામાન્ય લોકોને સીધી રીતે લાભ થશે.
ખાદ્યાન્ન અને ગ્રાહક બાબતોના મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે સરકારની સીધી રીતે ગ્રાહકોને દાળ, ડુગળી અને ટામેટા વેચવા માટેની યોજના છે. મંત્રાલય આ ત્રણેય એગ્રી ઉત્પાદકોને સીધી રીતે માર્કેટિંગ અઇને રિટેલિંગ કરવા માટેની પણ તૈયારીમાં છે. અધિકારીઓના કહેવા મુજબ આના કારણે ગ્રાહકોને વાજબી કિંમતમાં દાળ, ટામેટા અને ડુંગળી મળી રહેશે. બીજી બાજુ ખેડુતોને પણ સીધી રીતે ફાયદો થનાર છે. ખાદ્ય અને ઉપભોક્તા મામલાના મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના કહેવા મુજબ આનાથી મોંઘવારી પર નિયંત્રણ લાગુ કરવામાં આવનાર છે.
સાથે સાથે કેન્દ્રિય પુલમાંથી અનાજ અને ડુંગળી તેમજ ટામેટાના સ્ટોકને ઉઠાવી લેવામાં પણ મદદ મળનાર છે. ગ્રાહકોને આની ઉપલબ્ધતા ઉપલબ્ધ કરાવી દેવા માટે મંત્રાલય ઇ-કોમર્સ કંપનીઓની સાથે વાતચીતમાં વ્યસ્ત છે. ઇ-કોમર્સ કંપનીઓના માધ્યમથી જરૂરી ચીજા વેચવામાં આવનાર છે. હાલમાં જ આ સંબંધમાં દિલ્હી સરકાર, એફીએમસી અને નાફેડ વચ્ચે વાતચીત થઇ હતી. તમામ લોકો સારી રીતે જાણે છે કે નાફેડ દાળની ખરીદી ખેડુતો પાસેથી લઘુતમ સમર્થન મુલ્ય પર કરે છે.
સાથે સાથે બફર સ્ટોક માટે ડુંગળીની ખરીદી પણ કરવામાં આવે છે. આવી જ રીતે ડુંગળીની ખરીદી પણ કરવામાં આવે છે. આવી જ રીતે ટામેટાની ખરીદી પણ સીધી રીતે ખેડુતો પાસેથી કરવામાં આવનાર છે. દાળની સાથે સાથે ડુંગળીની કિંમત વધારી દેવા મામલે રાજ્યોને કેન્દ્રિય પુલમાંથી જથ્થો લેવા માટે કહેવામાં આવે છે. જા કે કેટલીક રાજ્ય સરાકારો જ દાળની સાથે સાથે ડુંગળીની ઉપાડ કેન્દ્રિય પુલમાંથી કરે છે. જાહેર વિતરણ વ્યવસ્થામાં ફાળવણી માટે આ સમય કેન્દ્રિય પુલથી માત્ર ૧૩ રાજ્યો દ્વારા જ દાળના જથ્થાનો ઉપાડ કરે છે. સરકાર સામાન્ય લોકોને વધુને વધુ લાભ આપવાની દિશામાં આગળ વધી રહી છે.