Western Times News

Gujarati News

અંતરિક્ષમાં 90 દિવસ સુધી રહ્યા બાદ ત્રણ ચીની અંતરિક્ષ યાત્રી પૃથ્વી પર પાછા ફર્યા

બીજિંગ, અંતરિક્ષમાં 90 દિવસનો સમય વિતાવ્યા બાદ ચીનના ત્રણ અંતરિક્ષ યાત્રી પૃથ્વી પર પાછા ફરી રહ્યા છે. પોતાના ત્રણ મહિનાના મિશનને પૂરૂ કરીને અને બે વાર સ્પેસ વૉક કરીને ત્રણેયે નવો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે ચાઈના માટે સૌથી લાંબા સમય સુધી ચાલક દળ તરીકે ત્રણ મહિના અંતરિક્ષમાં ગુજાર્યા.

ચીની માનવીય અવકાશ એજન્સી (CMSA)એ કહ્યુ કે શેનઝોઉ-12 માનવયુક્ત અંતરિક્ષ યાન, ત્રણેય અંતરિક્ષ યાત્રીની હેશેંગ, લિયૂ બોમિંગ અને તાંગ હોંગબોને લઈને ઉત્તરી ચીનના આંતરિક મંગોલિયા સ્વાયત્ત ક્ષેત્રમાં ડોંગફેંગ ઉતરાણ સાઇટ પર ઉતર્યા.

અગાઉ આજે સવારે ચીનની સત્તાકીય ન્યૂઝ એજન્સી Xinhua  આ સમગ્ર ઘટના ક્રમને ટ્રેક કરી રહ્યુ હતુ, તેમણે જણાવ્યુ હતુ કે કેપ્સૂલ પૃથ્વીના વાતાવરણમાં ઈન્ટર કરી ચૂકી છે અને આનુ મુખ્ય પેરાશૂટ યોગ્ય રીતે ડિપ્લોય થઈ ગયુ અને આ ધીમી ગતિથી આવી રહ્યુ છે.

શેનઝોઉ-12 વાપસી મૉડ્યુલ સ્થાનિક સમયાનુસાર બપોરે લગભગ 1 વાગે અંતરિક્ષ યાનના પ્રોપેલેન્ટથી અલગ થઈ ગયુ, પ્રોપેલેન્ટ બળી ગયુ કેમ કે આ રિટર્ન કેબિનથી અલગ થયા બાદ પૃથ્વીના વાયુમંડળથી થઈને પસાર થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.