કીવી ટીમે સુરક્ષાનો હવાલો આપતાં પાકનો પ્રવાસ રદ કર્યો
રાવલપિંડી, ન્યૂઝિલેન્ડ ક્રિકેટ ટીમે પહેલા એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચ શરૂ થતાં પહેલાં સુરક્ષાને ખતરો હોવાનો હવાલો આપતાં પાકિસ્તાનનો પોતાનો વર્તમાન પ્રવાસ રદ કરી દીધો છે. પાકિસ્તાના ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ કહ્યું કે ન્યૂઝિલેન્ડની ટીમની સુરક્ષાને કોઇપણ ખતરો ન હતો.
સમસ્યા ત્યારે શરૂ થઇ જ્યારે સીમિત ઓવરની શ્રેણીની પ્રથમ વનડે રાવલપિંડી સ્ટેડિયમમાં શુક્રવારે સમય પર શરૂ થઇ ન હતી અને બંને ટીમ હોટલના પોતાના રૂમમાં જ રહી. ત્યારબાદ ન્યૂઝિલેન્ડ ક્રિકેટના મુખ્ય કાર્યકારી ડેવિડ વાઇટએ નિવેદન જાહેર કરીને કહ્યું કે તેમને જે સલાહ મળી રહી હતી તેને જાેતાં પ્રવાસ યથાવત રાખવો સંભવ નથી.
તેમણે કહ્યું કે ‘હું સમજું છું કે આ પીસીબી માટે આકરો ઝટકો હશે જાેકે શાનદાર મેજબાન રહ્યું છે પરંતુ ખેલાડીઓની સુરક્ષા સર્વોપરિ છે અને અમારું માનવું છે કે તેના માટે જવાબદારી ભર્યો વિકલ્પ છે.
‘ન્યૂઝિલેંડ ક્રિકેટ ખેલાડી સંઘના મુખ્ય કાર્યકારી હીથ મિલ્સે પણ વાઇટના વિચારો પર સહમતિ વ્યક્ત કરી. મિલ્સે કહ્યું કે ‘ખેલાડી સુરક્ષિત છે અને દરેક પોતાના સર્વશ્રેષ્ઠ હિતોમાં કામ કરી રહ્યું છે. ન્યૂઝિલેન્ડ ક્રિકેટએ સુરક્ષા ખતરા વિશે વિસ્તાર પૂર્વક જણાવ્યું નથી અને ના તો ટીમની વાપસી માટે કરવામાં આવેલી વ્યવસ્થા પર ટિપ્પણી કરી.HS