ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામના સ્મિત પટેલની અંડર ૧૯ માં ગુજરાતની ક્રિકેટ ટીમમાં પસંદગી
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામના જીગ્નેશ ભાઈ ના પુત્ર સ્મિત પટેલ ની ગુજરાતની અંડર ૧૯ માં ગુજરાત ક્રીકેટ ટીમમાં પસંદગી થવા પામી છે. સ્મિત પટેલ આ અગાઉ પણ અંડર-૧૬ અને અંડર ૧૬ માં ગુજરાતની ટીમ વતી કેપ્ટન પણ રહી ચૂક્યા છે. હાલ ફરી સ્મિત પટેલની ગુજરાત અંડર ૧૯ માં પસંદગી થવાથી ઝઘડીયા તાલુકાની જનતા ગર્વ અનુભવે છે. સ્મિત પટેલ સતત છેલ્લા ત્રણ વર્ષથી અંડર-૧૬, અંડર-૧૯ સુધી ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કરે છે. ગોવાલી ગામના ખેડૂત જીગ્નેશ ભાઈના પુત્ર સ્મિત પટેલ ને અંડર-૧૯ માં ગુજરાત ક્રીકેટ ટીમમાં પસંદગી થતા તેણે ગોવાલી ગામ સહિત ઝઘડીયા તાલુકા નું નામ રોશન કર્યું છે તેવી લાગણી તેઓ અનુભવી રહ્યા છે.*