ઓસી.ને પરમાણુ સબમરીન માટે યુએસ, બ્રિટન મદદ કરશે

કેનબેરા, અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાએ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનની દાદાગીરી ઓછી કરવા અને તેમની ઘેરાબંદી માટે નવા ત્રિપક્ષીય સુરક્ષા ગઠબંધન ઑક્સ એટલે કે એયુકેયુએસનુ એલાન કર્યુ છે. આ વાત અલગ છે કે આ ત્રણ દેશોના આ નવા ગઠબંધનમાં ભારત નથી પરંતુ ઑક્સની જાહેરાત ભારત માટે સારી ખબર છે, જ્યારે ચીન માટે પરેશાનીનું કારણ બનશે.
વૈશ્વિક સુરક્ષા સંબંધી ઘટનાક્રમને જાેતા ભારતના આશાવાન હોવાની સારૂ કારણ છે કે આ નવા ત્રિપક્ષીય સુરક્ષા ગઠજાેડ સાથે ચીનની દાદાગીરી ઓછી કરવામાં મદદ મળશે. સાથે જ હિંદ-પ્રશાંત મહાસાગર વિસ્તારમાં સંતુલન કાયમ રહેશે.
ઑક્સથી આ ત્રણેય દેશ પોતાના ભાગીદાર હિતની રક્ષા કરી શકશે અને પરમાણુ ઉર્જાથી ચાલનારી સબમરીન પ્રાપ્ત કરવામાં ઑસ્ટ્રેલિયાની મદદ કરી શકશે. આ સિવાય રક્ષા ક્ષમતાઓને પણ શ્રેષ્ઠ રીતે ભાગીદારી કરવામાં આવી શકશે.
આ ગઠબંધન હેઠળ ત્રણેય રાષ્ટ્ર સંયુક્ત ક્ષમતાઓના વિકાસ કરવામાં, ટેકનોલોજીને ભાગીદારી કરવા, સંરક્ષણના ઊંડા એકીકરણને પ્રોત્સાહન આપવા અને રક્ષા સંબંધિત વિજ્ઞાન, ટેકનોલોજી, ઓદ્યોગિક કેન્દ્રો અને પુરવઠા સાંકળોને મજબૂત કરવા સંમત થયા. સુરક્ષા ત્રિપક્ષીય ગઠબંધન એટલે કે ઑક્સ એક રીતથી ચીનને કડક સંદેશ હશે.
આ પ્રમુખરીતે હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ઓસ્ટ્રેલિયાની ક્ષમતાઓને વધારાશે. ઓક્સ આવવાથી હિંદ-પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં ચીનને કાબૂમાં રાખવાના વૈશ્વિક પ્રયાસોમાં મદદ મળશે. ઑક્સ ઓસ્ટ્રેલિયાની રક્ષા ક્ષમતાઓને વધારશે.
આ ઈન્ડો-પેસિફિકમાં ભારતના નજીકના રણનીતિક ભાગીદારીમાંનો એક બની ગયો છે. સાથે જ ત્રણ દેશોના નવા ગઠબંધનથી ક્વૉડની ક્ષમતાઓમાં પણ વધારો થશે. જેમાં અમેરિકા અને ઓસ્ટ્રેલિયા બંને સદસ્ય છે.SSS