Western Times News

Gujarati News

દાણીલીમડામાં થયેલા ડબલ મર્ડર કેસમાં સાત હત્યારાને આજીવન કેદની સજા

પ્રતિકાત્મક

અમદાવાદ, અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં વર્ષ ર૦૧પમાં થયેલા ડબલ મર્ડરના ચકચારી કિસ્સામાં ગઈકાલે સેશન્સ કોર્ટના જજ ચિરાયુ સનતકુમાર અધ્યારુએ સાત આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. સાત આરોપી પૈકી એક આરોપીનું ટ્રાયલ દરમિયાન મોત થયું છે.

યુવતી સાથે બોલાચાલી મામલે એક જ પરિવારના સાત સભ્યે તલવાર અને છરી લઈને ચાર લોકો ઉપર હુમલો કર્યો હતો જેમાં બે યુવકનું મોત થયું હતું જયારે બે યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

દાણીલીમડા વિસ્તારમાં રહેતો શમસુલ હક અંસારી અને તેનો ભાઈ અનલહકની દાણીલીમડા વિસ્તારમાં કિરાણાની દુકાન આવેલી છે. તેમની દુકાનથી ચાર દુકાન છોડીને તેમના બનેવી ફિરોઝ અહમદની હોટલ આવેલી છે જેમાં તેમના ભાઈ શાહિદ અને સાબિતઅલી બેસતા હતા.

તારીખ ૧૭ ફેબ્રુઆરી ર૦૧પના રોજ બંને ભાઈ કિરાણા સ્ટોર પર હાજર હતા ત્યારે મોડી સાંજે બૂમાબૂમ થઈ હતી બંને ભાઈ જાેવા માટે ગયા ત્યારે દાણીલીમડા વિસ્તારમાં રહેતા અને એક જ પરિવારના મહમદહુસેન ઉર્ફે અજમેરી શેખ, અબ્દુલસલામ શેખ, અબ્દુલનફિસ ઉર્ફે બંટી શેખ, અબ્દુલરશીદ ઉર્ફે પૌવા શેખ, અબ્દુલહમીદ ઉર્ફે બાબા શેખ, અબ્દુલવાહિદ ઉર્ફે મુન્ના શેખ, અબ્દુલહાફિઝ ઉર્ફે ગુડ્ડા શેખ નામના લોકો શાહિદ અહમદ ઉપર હુમલો કરી રહ્યા હતા.

શમસુલ હકની સામે જ આરોપીઓએ શાહિદ અહમદના પેટમાં તલવાર ભોંકી દીધી હતી. શાહિદ અહમદને બચાવવા માટે જયારે ફિરોજ અહમદ અને સાબિત અલી પહોંચ્યા ત્યારે આરોપીએ તેમને પણ છરી તેમજ તલવારના ઘા ઝીંકી દીધા હતા. બનેવી પર જીવલેણ હુમલાની ઘટનાને જાેઈને અનલહક પણ દોડી આવ્યો હતો. જયાં આરોપીઓએ તેમને પણ છરીના ઘા ઝીંકી દીધા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.