મનોજ બાજપેયીના પિતા હોસ્પિટલમાં દાખલ કરાયા
મુંબઈ, બોલિવૂડ એક્ટર મનોજ બાજપેયીના પિતા આરકે બાજપેયી (ઉંમર ૮૩ વર્ષ)ને ગંભીર હાલતમાં દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પિતાની તબિયત અંગેની જાણકારી મળતા જ મનોજ બાજપેયી કેરળથી દિલ્હી આવી પહોંચ્યો હતો. હાલ એક્ટર મનોજ બાજપેયી કેરળમાં તેના આગામી પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહ્યો છે. સૂત્રના જણાવ્યા મુજબ, મનોજ બાજપેયીના પિતાની હાલત ખૂબ નાજુક છે. પિતાની તબિયત અંગેના સમાચાર સાંભળ્યા પછી મનોજ બાજપેયી પોતાના પિતાને મળવા માટે પરિવાર સાથે દિલ્હી પહોંચ્યો.
ત્યારે મનોજ બાજપેયી કેરળમાં પોતાના આગામી પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહ્યો હતો. અહીં નોંધનીય છે કે જૂન મહિનામાં મનોજ બાજપેયીના પિતા આરકે બાજપેયીની તબિયત ખરાબ થઈ ગઈ હતી. ત્યારે મનોજ બાજપેયી પોતાના પિતાની ખબર કાઢવા માટે બિહાર તેના ગામ પહોંચ્યો હતો.
ત્યારે મનોજ બાજપેયીએ જણાવ્યું હતું કે પિતાની તબિયત ખરાબ થઈ હોવાના સમાચાર મળતા જ તેમની ખબર કાઢવા માટે આવી પહોંચ્યો છું. મનોજ બાજપેયીએ વધુમાં જણાવ્યું હતું કે ફિલ્મો તો બનતી રહેશે પણ પિતાની સાથે સમય પસાર કરવો જ સાચી મૂડી છે.
થોડા દિવસ પહેલા એવા ન્યૂઝ આવ્યા હતા કે મનોજ બાજપેયીએ મોંઘી મર્સિડીઝ ખરીદી છે. મનોજ બાજપેયીની આ ગાડી ખૂબ સ્ટાઈલિશ અને સફેદ કલરની છે. આ ગાડીની કિંમત રૂપિયા ૮૮ લાખ કરતા પણ વધારે હોવાનું જાણવા મળી રહ્યું છે. એવું નથી કે મનોજ બાજપેયીની આ સૌપ્રથમ મોંઘી કાર છે.
મનોજ બાજપેયી પાસે બીએમડબ્લ્યુ ૫ સિરીઝ, મર્સિડીઝ જીએલઈ કૂપે, ટોયાટો લેન્ડ ક્રૂઝર પ્રાડો જેવી કાર પણ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ તમામ ગાડીઓ રૂપિયા ૫૦ લાખથી સવા કરોડ વચ્ચેની કિંમતની છે.
૫૨ વર્ષના એક્ટર મનોજ બાજપેયીએ વર્ષ ૧૯૯૪માં આવેલી ફિલ્મ ‘બેન્ડિટ ક્વીન’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ વર્ષ ૧૯૯૮માં આવેલી ફિલ્મ ‘સત્યા’માં ભજવેલા ભીખુ મ્હાત્રેના પાત્રથી મનોજ બાજપેયીને ઓળખ અને એવોર્ડ મળ્યા. પછી તેણે ક્યારેય પાછળ ફરીને જાેયું નથી. મનોજ બાજપેયીની એક્ટર તરીકે જાણીતી ફિલ્મોમાં કૌન, શૂલ, ઝૂબૈદા, અક્સ, પિંજર, ૧૯૭૧, રાજનીતિ, ચિત્તગોંગ, સ્પેશિયલ ૨૬, ભોંસલે, અલીગઢ, સોનચીડિયા વગેરેનો સમાવેશ થાય છે.SSS