ખરાબ વહુ આવે પછી ઘરમાં ડખા થાય છે: સુનિતા

મુંબઈ, ગોવિંદા અને તેના ભાણિયા કૃષ્ણા અભિષેક વચ્ચેનો વિવાદ સપાટી પર હજી છે. ઘણાં વર્ષોથી ગોવિંદા અને કૃષ્ણા અભિષેક વચ્ચેના સંબંધોમાં ખટાશ આવેલી છે ત્યારે છેલ્લા થોડા દિવસથી વિવાદ વધુ વકર્યો છે. ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજા થોડા દિવસ પહેલા ‘ધ કપિલ શર્મા શો’માં મહેમાન બનીને પહોંચ્યા હતા. એ વખતે આ શોમાં સપનાના પાત્રમાં જાેવા મળતા કૃષ્ણાએ એપિસોડનું શૂટિંગ નહોતું કર્યું. કૃષ્ણા હાજર ન રહેતા નારાજ થયેલી સુનિતાએ ઈન્ટરવ્યૂમાં તેના પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.
સુનિતાએ તો કૃષ્ણા મોં નહીં જાેવું તેમ કહી દીધું હતું. આ નિવેદન પર કૃષ્ણાની પત્ની કાશ્મીરા શાહે પૂછ્યું હતું કે, ‘આ સુનિતા કોણ છે? કાશ્મીરાની ટિપ્પણી પર હવે સુનિતાએ જવાબ આપ્યો છે. સુનિતા આહુજાએ અમારા સહયોગી ઈટાઈમ્સ સાથે વાત કરતાં કહ્યું, “હું ખરાબ વાતો પર પ્રતિક્રિયા નથી આપતી. મેં તેમનું ધ્યાન માની જેમ રાખ્યું છે અને હવે તેઓ ખરાબ રીતે વર્તી રહ્યા છે.
ઘરમાં ડખા ત્યારે જ શરૂ થાય છે જ્યારે ખરાબ પુત્રવધૂ લઈ આવો. હું કોઈનું નામ લેવા નથી માગતી. મારી જિંદગીમાં કરવા માટે ઘણું કામ છે. હું મારા પતિ ગોવિંદાનું કામ સંભાળું છું. હું આવી ધડમાથા વિનાની ચર્ચામાં પડવા માગતી નથી. ગોવિંદાએ પહેલા જ ચેતવણી આપી દીધી છે કે પરિવારની વાતોને જાહેરમાં ન ઉછાળો તેમ છતાં કેટલાક લોકો પબ્લિસિટી માટે આમ કર્યા કરે છે.
તેઓ હંમેશા વિવાદો પેદા કરે છે અને આ વાતો કૃષ્ણાની બાજુથી જ આવતી હોય છે. અમારે ફૂટેજની કોઈ જરૂર નથી. જે લોકોને ફૂટેજ જાેઈતું હોય તે જ આવું બધું કરે છે. હજારો વખત તે માફી માગવા તૈયાર થાય છે અને મેં પણ ઘણીવાર તેની સાથે સમાધાન કર્યું છે. પરંતુ વારંવાર એકની એક ખરાબ વાત સહન ના કરી શકાય, અમારું પણ આત્મસન્માન છે.
કાશ્મીરા અને તેના વર્તન વિશે વાત કરતાં સુનિતા આહુજાએ આગળ કહ્યું મને નથી ખબર પડતી કે મા અને દીકરા વચ્ચેની વાતમાં બીજાને કેમ માથું મારવું પડે છે. તેણી કોણ છે અને તેને કોણ ઓળખે છે? હું છેલ્લા ૩૬ વર્ષથી ગોવિંદાની પત્ની છું અને તે હમણાં આવી છે. અમે અમારી જિંદગીમાં ખુશ છીએ અને મારી પાસે આવા લોકો સામે જાેવાનો ફાલતુ સમય નથી.SSS