કૃષિ કાયદાના વિરોધમાં ૨૭ સપ્ટેમ્બરનુ ભારત બંધ શાંતિપૂર્ણ હશેઃ સંયુક્ત કિસાન મોરચો
નવીદિલ્હી, સંયુક્ત કિસાન મોરચાએ ૨૭ સપ્ટેમ્બરે કેન્દ્રીય કૃષિ કાયદાના વિરોધમાં યોજનાર ભારત બંધ માટે દિશાનિર્દેશ જાહેર કર્યા છે. આ ઉપરાંત કિસાન મોરચાએ કહ્યુ કે ૨૭ સપ્ટેમ્બરે ભારત બંધ શાંતિપૂર્વક કરવામાં આવશે અને ખેડૂતો એ સુનિશ્ચિત કરશે કે સામાન્ય જનતાને મુશ્કેલી ન થાય. સંયુક્ત મોરચાએ સંઘટક સંગઠનોને કહ્યુ છે કે તે સમાજના બધા વર્ગોને ખેડૂતો સાથે હાથ મિલાવવા અને બંધનો પહેલેથી પ્રચાર કરવાની અપીલ કરે જેથી જનતાને પડનાર અસુવિધાઓને ઘટાડી શકાય.
એસકેએમે એક નિવેદનમાં કહ્યુ કે કેન્દ્ર અને રાજ્ય સરકારના કાર્યાલયો, બજારો, દુકાનો, કારખાના, સ્કૂલો, કૉલેજાે અને અન્ય શેક્ષણિક સંસ્થાઓને ખેડૂતો દ્વારા ભારત બંધ દરમિયાન કામ કરવાની અનુમતિ આપવામાં આવશે. ભારત બંધ શુક્રવારે સવારે ૬ વાગે શરૂ થશે અને સાંજે ૪ વાગ્યા સુધી લાગુ રહેશે. એસકેએમે કહ્યુ કે સાર્વજનિક અને ખાનગી પરિવહનને રસ્તા પર ચાલવાની અનુમતિ નહિ મળે.
બંધ દરમિયાન કોઈ પણ સાર્વજનિક સમારંભને અનુમતિ આપવામાં નહિ આવે અને માત્ર એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ સેવાઓ સહિત ઈમરજન્સી સેવાઓ જ કામ કરી શકશે. એસકેએમે કહ્યુ કે બંધને લઈને આગળની યોજના બનાવવા માટે ૨૦ સપ્ટેમ્બરે મુંબઈમાં રાજ્ય સ્તરીય તૈયારી બેઠક થશે. એ દિવસે ઉત્તર પ્રદેશના સીતાપુરમાં ખેડૂત મજૂર મહાપંચાયતનુ આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ ૨૨ સપ્ટેમ્બરે ઉત્તરાખંડના રૂડકીમાં ખેડૂત મહાપંચાયતનુ આયોજન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વરસાદ દરમિયાન પણ ખેડૂતો પોતાની માંગો પર અડગ રહ્યા. આ પહેલા શિયાળાની ઠંડી અને ઉનાળાની ગરમીમાં પણ ખેડૂતો પોતાની માંગો સાથે બૉર્ડર પર અડગ રહ્યા. વિવાદાસ્પદ કૃષિ કાયદાની માંગ પૂરી થવા સુધી ખેડૂતો દિલ્લીની સીમાઓ પરથી પાછા ન જવા માટે અડગ છે.
સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે આ પહેલા ૧૦ તબક્કાની વાતચીત થઈ ચૂકી છે તેમછતાં બંને પક્ષો વચ્ચે ગતિરોધ ખતમ થઈ શક્યો નથી. નવ મહિનાથી વધુ સમયથી ખેડૂતો દિલ્લીની સીમાઓ પર કૃષિ કાયદાને ખતમ કરવા, લઘુત્તમ ટેકાના મૂલ્ય સહિત સરકારને ખેતી સાથે જાેડાયેલી બીજા પાસાંઓની માંગ પર અડગ છે. ૨૬ સપ્ટેમ્બરે દિલ્લીની સીમાઓ પર ખેડૂતોના વિરોધને ૧૦ મહિના પૂરા થઈ જશે.HS