કર્ણાટકમાં એક જ પરિવારના ચાર સભ્યોએ આત્મહત્યા કરી

બેંગલુરૂ, કર્ણાટકના બેંગલુરૂમાંથી એક દર્દનાક સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક ઘરમાં પાંચ લોકોના મૃતદેહ મળ્યા બાદ સનસનાટી ફેલાઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે મૃતદેહો ઘણા દિવસો પહેલાના છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોમાં નવ મહિનાની બાળકી પણ છે. આ સિવાય ઘરમાંથી બે વર્ષની બાળકી જીવતી મળી આવી છે, પરંતુ બાળકીની હાલત ઘણી ખરાબ છે. એવું માનવામાં આવે છે કે બાળકી ચારથી પાંચ દિવસથી ભૂખી છે.
પોલીસે જણાવ્યું છે કે ઘરના ચાર લોકોએ અલગ અલગ રૂમમાં તાળું મારીને ગળેફાંસો ખાધો છે. તમામના મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. નવ મહિનાની બાળકીનો મૃતદેહ પલંગ પર મળી આવ્યો હતો.
એવું માનવામાં આવે છે કે બાળકીનું મૃત્યુ ભૂખને કારણે થયું હતું. હાલ પોલીસ આ રહસ્ય ઉકેલવામાં વ્યસ્ત છે.ઉલ્લેખનીય છે કે એક જ પરિવારના સભ્યોના મોતથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ છે,આ ઘટના હાલ ટોક ઓફ ધ નેશન બની છે. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.HS