કાબુલમાં ડ્રોન હુમલામાં માર્યા ગયા હતા ૧૦ સામાન્ય નાગરિક: અમેરિકાએ સ્વીકાર્યુ

વૉશિંગ્ટન, અમેરિકાએ સ્વીકાર્યુ છે કે કાબુલમાં ઈસ્લામિક સ્ટેના શંકાસ્પદ આતંકવાદીઓ સામે ડ્રોન હુમલામાં બાળકો સહિત ૧૦ સામાન્ય નાગરિકના મોત થઈ ગયા હતા.
અમેરિકાના એક પ્રમુખ જનરલે સ્વીકાર્યુ કે સંયુક્ત રાજ્ય અમેરિકાથી એક ‘ટ્રેજિક ભૂલ’ થઈ ગઈ છે. અમેરિકાએ ઓગસ્ટના અંતિમ દિવસોમાં અફઘાનિસ્તાનથી અમેરિકી સૈનિકોને પાછા બોલાવવા દરમિયાન કાબુલમાં ઈસ્લામિક સ્ટેટના શંકાસ્પદ આતંકવાદીઓ સામે ડ્રોન હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકો સહિત ૧૦ નાગરિકોના મોત થઈ ગયા હતા. આ વાતનો અમેરિકાએ સ્વીકાર કરી લીધો છે.
અમેરિકી મધ્ય કમાનના કમાંડર જનરલ કેનેજ મેકેંજીએ કહ્યુ કે ડ્રોન હુમલામાં ૭ બાળકો સહિત ૧૦ લોકો માર્યા ગયા જેમાંથી કોઈ પણ આઈએસ સાથે જાેડાયેલો નહોતો. ૨૬ ઓગસ્ટના રોજ એક ઈસ્લામિક સ્ટેટ-ખુરાસાને કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી હુમલો કરાવ્યો હતો જેમાં એરપોર્ટ પર ૧૩ અમેરિકી સૈનિકોના મોત થઈ ગયા હતા ત્યારબાદ અમેરિકાએ ડ્રોન સ્ટ્રાઈક કરી હતી.
માંડર જનરલ કેનેથ મેકેંજીએ તપાસ બાદ કહ્યુ, ‘ડ્રોન સ્ટ્રાઈક એક દુઃખદ ભૂલ હતી.’ અમેરિકી સંરક્ષણ મંત્રાલય લૉયડ ઑસ્ટિને એક નિવેદનમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોની માફી માંગી.
અમેરિકી સંરક્ષણ મંત્રી લૉયડ ઑસ્ટિને કહ્યુ, ‘હું માર્યા ગયેલા લોકોના પરિવારના જીવિત સભ્યો પ્રત્યે મારી ઉંડી સંવેદના વ્યક્ત કરુ છુ.’ તેમણે કહ્યુ, ‘અમે માફી માંગીએ છીએ અને અમે આ ભયાનક ભૂલથી ભવિષ્યમાં શીખવાનો પ્રયત્ન કરીશુ.’ વળી, કમાંડર જનરલ મેકેંજીએ કહ્યુ કે સરકાર એ વાતનુ અધ્યયન કરી રહી છે કે માર્યા ગયેલા લોકોના પરિવારને નુકશાનની ચૂકવણી કેવી રીતે કરી શકાય છે.
અમેરિકી મધ્ય કમાનના કમાંડર જનરલ કેનેથ મેકેંજીએ કહ્યુ કે અફઘાનિસ્તાનમાં તાલિબાનિઓ સામે ૨૦ વર્ષના અમેરિકી યુદ્ધનુ જ પરિણામ હતુ કે એક શંકાસ્પદ આઈએસ ઑપરેશનને અંજામ આપવામાં આવ્યો. અમેરિકી ખુફિયા પાસે કાબુલ એરપોર્ટ પર હુમલાના ઉદ્દેશથી યોગ્ય નિશ્ચિતતા હતી.
અમેરિકી ખુફિયા માહિતી ખોટી નીકળી કમાંડર જનરલ કેનેથ મેકેંજીએ કહ્યુ કે ૨૯ ઓગસ્ટના રોજ અમેરિકી દળોએ કાબુલમાં એક સાઈટ પર એક સફેદ ટોયોટા જાેઈ હતી. ત્યારબાદ આઠ કલાક સુધી તે સફેદ ટોયોટાને ટ્રેક કરવામાં આવી હતી. ખુફિયા વિભાગે એ સ્થળની ઓળખ કરી અને જણાવ્યુ કે આ જગ્યા એ ઈસ્લામિક સ્ટેટના ગુર્ગોની છે જેમણે કાબુલ એરપોર્ટ પર હુમલાની તૈયારી કરી હતી.
તેમણે કહ્યુ કે ખુફિયા રિપોર્ટોએ અમેરિકી બળોને એક સફેદ ટોયોટા કોરોલા પર નજર રાખવા માટે કહ્યુ હતુ જેનો ઈસ્લામિક સ્ટેટનો સમૂહ કથિત રીતે ઉપયોગ કરી રહ્યા હતા. કેનેઝ મેકેંજીએ કહ્યુ, ‘અમે આ કારને ટાર્ગેટ કરી અને તેને ટ્રેક કરી. સ્પષ્ટ રીતે અમારી ખુફિયા એજન્સી આ સફેદ ટોયોટાને લઈને ખોટી હતી.’HS