Western Times News

Gujarati News

શિલ્પાના પતિ રાજ કુંદ્રાએ ૧૧૯ પોર્ન ફિલ્મ બનાવી હતી

મુંબઇ, શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા પોર્ન ફિલ્મના બિઝનેસમાં કેવી રીતે આગળ વધવા માગતો હતો, તેનો ઘટસ્ફોટ તાજેતરમાં જ પોલીસે ફાઇલ કરેલી ચાર્જશીટમાં થયો છે. રાજે આગામી ૨ વર્ષમાં પોતાની એપના યુઝર્સમાં ૩ ગણો તથા નફામાં ૮ ગણો વધારવાનો પ્લાન બનાવ્યો હતો. તે પોતાની ૧૧૯ ફિલ્મને ૮.૮૪ કરોડ રૂપિયામાં વેચવા માગતો હતો.

તેની એક એપ પર બૅન મૂકવામાં આવ્યો તો તેણે તરત જ બીજી એપ બનાવી હતી. રાજ ડિજિટિલ મીડિયામાંથી ગેરકાયદેસર રીતે કમાણી કરવાની અવનવી રમત રમતો હતો. જ્યારે તેનો પર્દાફાશ થયો ત્યારે તેણે કેટલાંક ડેટા ડિલિટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, મુંબઈ પોલીસની સપ્લિમૅન્ટરી ચાર્જશીટમાં કરવામાં આવેલી વાત પરથી એ સ્પષ્ટ થાય છે કે તે ડેટા ડિલિટ કરવામાં સફળ રહ્યો નહીં.

આ વર્ષે ફેબ્રુઆરીમાં મડ આઇલેન્ડમાં પોલીસે દરોડા પાડીને પોર્ન રેકેટ ઝડપી પાડ્યું હતું. આ કેસમાં ટીવી એક્ટ્રેસ ગેહના વશિષ્ઠનું નામ સામે આવ્યું હતું. પોલીસને ગેહનાની પૂછપરછમાં રાજની કંપની વિઆન એન્ટરપ્રાઇઝમાં કામ કરતા ઉમેશ કામત અંગે જાણ થઈ હતી.

ઉમેશ, રાજ કુંદ્રાના લંડન સ્થિત જીજાજી પ્રદીપ બક્ષીને તમામ વીડિયો શૅરિંગ એપ્લિકેશનથી મોકલતો હતો. પ્રદીપ કેનરીન એપ પર તમામ વીડિયો અપલોડ કરતો હતો. ઉમેશ આ વીડિયો રાજની ઓફિસમાંથી જ ટ્રાન્સફર કરતો હતો.ચાર્જશીટ પ્રમાણે,

ઉમેશના મોબાઈલમાંથી ‘હોટશોટ’ એપનું અકાઉન્ટ તથા ‘હોટશોટ’ ટેકન ડાઉન નામના બે વ્હોટ્‌સએપ ગ્રુપ મળી આવ્યા હતા. આ બંને ગ્રુપનો એડમિન રાજ હતો.રાજ તથા તેની કંપનીના આઇટી હેડ રયાન થારપ, ઉમેશ કામત, પ્રદીપ બક્ષી તથા અન્ય કર્મચારીઓ વચ્ચે ‘હોટશોટ’ તથા ‘બોલીફેમ’ અંગેની વાતચીત, કન્ટેન્ટ પર કામ કરતાં લોકોના પેમેન્ટ, ગૂગલ તથા એપલ તરફથી મળતા પેમેન્ટ, યુઝર્સ રેવન્યૂ અંગેની વ્હોટ્‌સએપ ચેટ મળી હતી અને આ સંદર્ભે મેલ પણ કરવામાં આવ્યા હતા. આવક અંગેની વાત કરવામાં આવી હતી.

બધી જ વાતો પરથી પોલીસને ખ્યાલ આવ્યો કે પોર્ન રેકેટનો માસ્ટરમાઇન્ડ રાજ કુંદ્રા છે. તે પ્રદીપ બક્ષીના માધ્યમથી અશ્લીલ વીડિયો અપલોડ કરતો અને કમાણી કરતો હતો.રાજને ખ્યાલ હતો કે તેનું કામ ગેરકાયદેસર છે અને તે ફસાઈ શકે છે. આથી જ તેણે તમામ ડેટા ડિલિટ કરવાનો પ્રયાસ કર્યો હતો.

ગૂગલ પ્લે તથા એપ્પલ સ્ટોરે ‘હોટશોટ’ એપમાં પોર્ન કન્ટેન્ટ હોવાથી તેના પર બૅન મૂક્યો હતો. ત્યારબાદ રાજે બીજી એપ ‘બોલીફેમ’ બનાવી હતી. તેણે ‘હોટશોટ’નો તમામ ડેટા ડિલિટ કરવાનું કહ્યું હતું. ફેબ્રુઆરીમાં પોલીસ કેસ થયા બાદ રાજે પોતાના મોબાઇલમાંથી ‘હોટશોટ’ એપ અંગેના વ્હોટ્‌સએપ ગ્રુપ તથા ચેટ પણ ડિલિટ કરી નાખી હતી. રયાન થારપના મોબાઇલમાંથી પણ ડેટા ડિલિટ કરાવ્યો હતો.

તમામ ડેટા ડિલિટ કર્યા બાદ રાજને એમ કહ્યું હતું કે હવે પોલીસ તેના સુધી પહોંચી શકશે નહીં. આથી જ જ્યારે પોલીસે પહેલી વાર નોટિસ ફટકારી તો રાજે ‘શું હું આરોપી છું? હું આ લેટર પર સહી નહીં કરું’ એમ કહીને નોટિસ સ્વીકારી નહોતી. ચાર્જશીટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રાજે ક્યારેય પોલીસને યોગ્ય રીતે જવાબો આપ્યા નથી. પોલીસ કાર્યવાહીમાં સપોર્ટ આપ્યો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.