ડ્રાઈવિંગ લાઈસન્સની એપોઈન્ટમેન્ટ માટે પણ બે મહિનાનું વેઈટિંગ
રાત્રે એક વાગે સ્લોટ ખૂલતાં જ એજન્ટો એપોઈન્ટમેન્ટ ફૂલ કરી દેતા હોવાની ફરિયાદ
અમદાવાદ, જા તમારે ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવવાનું બાકી હશે તો તમે થાકી જશો તો પણ આરટીઓમાં લાઈસન્સ મેળવવા માટેની એપોઈન્ટમેન્ટ મળવા માટે રાહ જાવી પડશે. કેમ કે દુકાળમાં અધિક માસ જેવી પરિસ્થિતિ અત્યારે આરટીઓમાં પ્રવર્તી રહી છે. દરરોજ રાત્રે એક વાગ્યે એપોઈન્ટમેન્ટના સ્લોટ ખૂલતાંની સાથે જ મિનિટોમાં એજન્ટો તમામ સ્લોટ બુક કરી દેતા હોવાના કારણે સામાન્ય નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. તેથી જા તમારે જાતે લાઈસન્સ મેળવવા માટેની ઓન લાઈન એપોઈન્ટમેન્ટ લેવી હશે તો રાત્રે એક વાગે જાગી જવું પડશે.
૧૬ સપ્ટેમ્બરથીફ સુધારેલા મોટર વિહિકલ એક્ટના ફેરફાર સાથે રાજ્ય સરકારે નવા નિયમો લાગુ કર્યા છે. જેને કારણે ડ્રાઈવિંગ લાઈસન્સની ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેવા માટે વાહન ચાલકો પડાપડી કરી રહ્યાં છે. પરંતુ એજન્ટો દ્વારા લોકોને એપોઈન્ટમેન્ટ લેવામાં સફળતા નથી મળતી. વાહન ચાલકોને ૬૦ દિવસ સુધી હજુ પણ સામાન્ય નાગરિકોને એપોઈન્ટમેન્ટ મળી શકે તેવી કોઈ શક્યતા હાલમાં દેખાતી નથી. જેથી એપોઈન્ટમેન્ટ લેવા માટે મથી રહેલા લોકોએ ફરજીયાત એજન્ટો દ્વારા લેવામાં આવી રહેલી ઓનલાઈન આપવાની સાથે સીધી સ્પર્ધા કરવી પડી રહી છે.
અમદાવાદ આરટીઓમાં લર્નિંગ લાઈસન્સ એપ્લાય કરવા માટે રોજ રાત્રે એક વાગ્યે એપોઈન્ટમેન્ટના સ્લોટ ખૂલે છે. એજન્ટો રાત્રે એક વાગ્યે પોતાના કોમ્પ્યુટર કે લેપટોપ થી બે વાગ્યા સુધીમાં તમામ સ્લોટ બુક કરાવી લે છે. અમદાવાદ આરટીઓમાં નાના-મોટા અંદાજે ર૦૦ જેટલા એજન્ટો સક્રિય હોવાનું જાણવા મળે છે. આરટીઓ કચેરીમાં આંટાફેરા કરતા એજન્ટઊો સામે લાલ આંખ કરવા છતાં કચેરીથી દૂર રહીને પણ એજન્ટો પોતાનું કામ કરાવી લેતા હોવાની ફરિયાદો ઉઠી છે. ઘેર બેસીને એજન્ટો એપોઈન્ટમેન્ટ લઈ રહ્યાં હોવાનું જણવા મળે છે.
ગણતરીની મિનિટોમાં સાઈઠમાં દિવસના પણ તમામ સ્લોટ ફૂલ કરી દે છે. જેને લીધે સામાન્ય લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. આરટીઓ સાથે સંકળાયેલી તમામ કામગીરી જેવી કે લર્નિંગ લાઈસન્સ અને અન્ય કામ માટેની ફી ઓનલાઈન ભરવા લોકોને મુશ્કેલી પડી રહી છે. સર્વરના ધાંધિયાને કારણે લોકો ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી ભોગવી રહ્યાં છે. આ અંગે એ આરટીઓના એસ.એમ. ઓજનીદારે જણાવ્યું હતું કે સર્વર સંબંધિત પ્રશ્નો સ્થાનિક કક્ષાએ નથી અને એપોઈન્ટમેન્ટ પણ એનોઈન પ્રક્રિયા હોવાના કારણે કોઈપણ વ્યÂક્ત જરૂર મુજબ ઓનલાઈન એપોઈન્ટમેન્ટ બુક કરાવી શકે છે.