ગુજરાત કોંગ્રેસની સ્થિતિ પણ પંજાબ કોંગ્રેસની જેમ ડામાડોળ

ચૂંટણીઓના પરિણામ બાદ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાએ રાજીનામા આપ્યા બાદ હજુ નવી નિમણૂક થઇ શકી નથી
અમદાવાદ, પંજાબ સરકારના મુખ્ય કેપ્ટન અમરિન્દર સિંઘના રાજીનામા બાદ ફરી એકવાર દિલ્હી કોંગ્રેસની કાર્યક્ષેત્ર પર સવાલો ઉઠવા લાગ્યા છે. પંજાબ માફક ગુજરાતમા પણ છેલ્લા અનેક મહિનાઓથી ગુજરાત કોંગ્રેસ પ્રભારીની નિમણૂક થઇ શકી નથી.
આ ઉપરાત ચૂંટણીઓના પરિણામ બાદ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા રાજીનામા આપ્યા બાદ હજુ પણ નવી નિમણૂક થઇ શકી નથી. વર્તમાન પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા છે . પરંતુ સમગ્ર પ્રદેશ કોંગ્રેસનું માળખું વિખેરી નાખવામા આવ્યું છે. છતા માત્ર પ્રદેશ પ્રમુખ અને કાર્યકારી પ્રમુખ માત્ર સત્તાવાર બે હોદાઓ જ છે.
દિલ્હી કોંગ્રેસ હાઇ કમાન્ડની અર્નિણય શક્તિના કારણે ઉભી થયેલી સ્થિતના પગલે ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. એક તરફ ૨૦૨૨ ચૂંટણી તૈયારીઓ સત્તા પક્ષ શરૂ કરી નાંખી છે. બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ હજુ પણ પોતાની ટીમ જાહેર કરી શકી નથી. લોકસભા ચૂંટણી પરિણામમાં કોંગ્રેસની હાર થઇ હતી .
ત્યાર બાદ યોજાયેલી પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસ પોતાની પરંપરાગત બેઠક જીતી શકી ન હતી. ૨૦૨૧ માં યોજાયેલ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પણ કોંગ્રેસનુ પ્રદર્શન નબળું રહ્યું હતુ. કોંગ્રેસમાં ઉભી થયેલી વર્તમાન રાજકીય સ્થિતિ માટે કોંગ્રેસ હાઇ કમાન્ડે જવાબદાર માનવામા આવે છે.
ગુજરાત કોંગ્રેસ નેતાઓ એક થવાની વાત કરે છે. પરંતુ પાછલા દરવાજે એક બીજા પર અનેક ટિપ્પણીઓ પણ કરતા હોવાનું ચર્ચાય છે. પંજાબ કોંગ્રસ સિંધુ અને કેપ્ટના બે જૂથ આમને સામને આવ્યા છે . તે જ રીતે રાજસ્થાનમાં પણ ગહેલોત અને પાયલટ આમને સામને છે. હવે છતીગઢમા પણ સીએમ પદને લઇ ખેંચતાણ ચાલી રહી છે.
આ સમગ્ર રાજકિય ઘટના ક્રમ પાછળ દિલ્હી હાઇ કમાન્ડ અસમંજસ સ્થિતિમાં હોવાનું બહાર આવ્યું છે. દિલ્હી હાઇ કમાન્ડની અર્નિણય શક્તિના પગલે કોગ્રેસ તૂટી રહી છે તેવા આક્ષેપો પણ લગાવવામાં આવી રહ્યા છે. દેશના મોટા ભાગના રાજ્યમા હાલ ભાજપનુ શાસન છે . માત્ર ત્રણ રાજ્ય પર કોંગ્રેસનું સાશન છે. આ શાસનમાં પણ કોંગ્રેસને સત્તા ગુમાવાનો વારો આવી શકે છે. નોંધનીય છે કે, ગુજરાત કોંગ્રેસ છેલ્લા પાંચ ટર્મથી સત્તાથી દુર છે.