Western Times News

Gujarati News

મ્યાનમારમાં ભૂકંપનાં આંચકા રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૫.૦

નવીદિલ્હી, મ્યાનમારમાં રવિવારે મધરાત બાદ ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. રાત્રે ૧૨.૫૪ વાગ્યે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૦ માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે.

સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના મહામારીનો કહેરર જાેવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ દુનિયાનાં અલગ-અલગ વિસ્તારોમાં ભૂકંપનાં ઝટકા પણ અનુભવાઇ રહ્યા છે. તાજેતરમાં મ્યાનમારમાં ભૂકંપનાં ઝટકા અનુભવાયા છે. અહી મધરાતે ભૂકંપનાં ઝાટકા આવ્યા હતા. જાે કે આ દરમિયાન કોઇ જાનહાનીનાં સમાચાર સામે આવ્યા નથી. ધરતીકંપોની ઘટનાનું મુખ્ય કારણ પૃથ્વીની અંદર પ્લેટોની ટક્કર છે.

પૃથ્વીની અંદર સાત પ્લેટ છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો કોઈ જગ્યાએ ટકરાઈ જાય છે, ત્યાં ફોલ્ટ લાઈન ઝોન રચાય છે અને સપાટીનાં ખૂણાઓ વળી જાય છે. સપાટીનાં ખૂણાઓનાં વળાંકને કારણે, ત્યાં દબાણ વધે છે અને પ્લેટો તૂટવા લાગે છે. આ પ્લેટોનાં તૂટવાને કારણે, અંદરની ઉર્જા બહારનો રસ્તો શોધે છે, જેના કારણે પૃથ્વી હલી જાય છે અને આપણે તેને ભૂકંપ માનીએ છીએ.

રિક્ટર સ્કેલ પર ૨.૦ કરતા ઓછી તીવ્રતાવાળા ભૂકંપને માઇક્રો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે અને આ ભૂકંપ અનુભવાતા નથી. રિક્ટર સ્કેલ પર માઇક્રો કેટેગરીનાં ૮,૦૦૦ ભૂકંપ વિશ્વભરમાં દરરોજ નોંધાય છે. એ જ રીતે, ૨.૦ થી ૨.૯ ની તીવ્રતાનાં ભૂકંપને નાની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. આપણે સામાન્ય રીતે દરરોજ આવા લગભગ ૧૦૦૦ ભૂકંપ અનુભવતા નથી. ૩.૦ થી ૩.૯ ની તીવ્રતાનાં ખૂબ જ હલકી શ્રેણીનાં ભૂકંપ એક વર્ષમાં ૪૯,૦૦૦ વખત નોંધાયા છે. તેઓ અનુભવાય છે પરંતુ તેમના દ્વારા ભાગ્યે જ કોઈ નુકસાન થાય છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.